મંચુરિયન રાઈસ (Manchurian rice recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#CB9
#week9
#cookpadgujarati
#cookpadindia
મન્ચુરિયન રાઈસ એક ચાઈનીસ વાનગી છે. ડ્રાય મન્ચુરિયન અને પ્લેન રાઈસ ને કુક કરી તેમાંથી મન્ચુરિયન રાઈસ બનાવવામાં આવે છે. આ રાઈસ બનાવવા માટે ચાઈનીસ સોસ જેવા કે ગ્રીન ચીલી સોસ, સેઝવાન સોસ, સોયા સોસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોસનો સ્વાદ અને સુગંધ મન્ચુરિયન રાઈસ ને ચાઈનીઝ ટેસ્ટ આપે છે.
તો ચાલો જોઈએ ઘરે જ રેસ્ટોરન્ટ જેવા જ street style મન્ચુરિયન રાઈસ કઈ રીતે બને છે.

મંચુરિયન રાઈસ (Manchurian rice recipe in Gujarati)

#CB9
#week9
#cookpadgujarati
#cookpadindia
મન્ચુરિયન રાઈસ એક ચાઈનીસ વાનગી છે. ડ્રાય મન્ચુરિયન અને પ્લેન રાઈસ ને કુક કરી તેમાંથી મન્ચુરિયન રાઈસ બનાવવામાં આવે છે. આ રાઈસ બનાવવા માટે ચાઈનીસ સોસ જેવા કે ગ્રીન ચીલી સોસ, સેઝવાન સોસ, સોયા સોસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોસનો સ્વાદ અને સુગંધ મન્ચુરિયન રાઈસ ને ચાઈનીઝ ટેસ્ટ આપે છે.
તો ચાલો જોઈએ ઘરે જ રેસ્ટોરન્ટ જેવા જ street style મન્ચુરિયન રાઈસ કઈ રીતે બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મીનીટ
4 વ્યક્તિ માટે
  1. મન્ચુરિયન બોલ્સ બનાવવા માટે:
  2. 1 કપઝીણી સમારેલી કોબી
  3. 1/2 કપઝીણા સમારેલા ગાજર
  4. 1/4 કપસમારેલી સ્પ્રીંગ ઓનીયન
  5. 1/2 કપઝીણી સમારેલી ડુંગળી
  6. 1 Tspઆદુ-લસણની પેસ્ટ
  7. 1 Tspગ્રીન ચીલી સોસ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1/4 કપમેંદો
  10. 1/4 કપકોર્ન ફ્લોર
  11. તળવા માટે તેલ
  12. રાઈસ બનાવવા માટે:
  13. 1 કપબાસમતી ચોખા
  14. 1 Tspતેલ
  15. 1 Tspવિનેગાર
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. મન્ચુરિયન રાઈસ બનાવવા માટે:
  18. 2 Tbspતેલ
  19. 1ઈંચ આદુ સમારેલું
  20. 1 Tspસમારેલું લસણ
  21. 1 Tspસમારેલું લીલું મરચું
  22. 1/4 કપસમારેલી spring onion
  23. 1/4 કપસમારેલી ડુંગળી
  24. 1/4 કપસમારેલું ગાજર
  25. 2 Tbspસમારેલું કેપ્સીકમ
  26. 1 Tbspવીનેગર
  27. 2 Tbspસોયા સોસ
  28. 1 Tbspગ્રીન ચીલી સોસ
  29. 1 Tspસેઝવાન સોસ
  30. સ્વાદ અનુસારમીઠું
  31. 1/4 કપકોર્ન ફ્લોર સ્લરી
  32. 1/4 કપલાંબી સમારેલી કોબી

રાંધવાની સૂચનાઓ

40 મીનીટ
  1. 1

    સૌપ્રથમ પ્લેન રાઈસ બનાવવા માટે બાસમતી ચોખાને ચોખ્ખા પાણીથી ધોઇ એક કલાક માટે પલાળી રાખવાના છે. ત્યારબાદ તેને ઉકળતા પાણીમાં તેલ, વિનેગાર અને સ્વાદ અનુસાર મીઠું નાખી કુક કરી લેવાના છે.

  2. 2

    મંચુરિયન બોલ્સ બનાવવા માટે એક મોટા બાઉલમાં સમારેલી કોબી, સમારેલું ગાજર, સમારેલી સ્પ્રિંગ ઓનીયન, સમારેલી ઓનિયન લેવાના છે. ત્યારબાદ તેમાં ગ્રીન ચીલી સોસ, આદુ-લસણની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાના છે.

  3. 3

    મેંદાનો લોટ અને કોર્નફલોર ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે અને તેમાંથી soft dough તૈયાર કરવાનો છે. આ ડોહ માંથી મિડિયમ સાઈઝના મંચુરિયન બોલ્સ બનાવવાના છે અને તેને ગરમ તેલમાં તળી લેવાના છે. આ મંચુરિયન બોલ્સને સાઈડ પર રાખી દેવાના છે.

  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં સમારેલું આદુ, લસણ, ડુંગળી ઉમેરી તેને સાતળી લેવાના છે. ત્યારબાદ તેમાં સમારેલું ગાજર અને કેપ્સીકમ ઉમેરવાના છે અને તે થોડા નરમ પડે ત્યાં સુધી કુક કરવાના છે.

  5. 5

    હવે તેમાં વિનેગાર, ગ્રીન ચીલી સોસ, સેઝવાન સોસ, સોયા સોસ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર રીતે મિક્સ કરી એક મિનિટ માટે કુક કરવાનું છે.

  6. 6

    ત્યારબાદ તેમાં કોર્ન ફ્લોર સ્લરી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી થોડું થીક થાય ત્યાં સુધી કુક થવા દેવાનું છે. લાંબી સમારેલી કોબી અને તૈયાર કરેલા મન્ચુરિયન બોલ્સ ઉમેરવાના છે.

  7. 7

    હવે તેમાં રાંધીને તૈયાર કરેલા બાસમતી ચોખા ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  8. 8

    જેથી મન્ચુરિયન રાઈસ સર્વ કરવા માટે તૈયાર થઇ જશે.

  9. 9
  10. 10
  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes