આંધ્ર સ્ટાઈલ મરચાં ભજીયા (Mirchi Bajji Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

આંધ્ર શૈલીની મિર્ચી બજ્જી કે મીરાપકાયા બજજી એ લીલા મરચાંને ફ્રાય કરીને અને પછી તેમાં કાપેલી ડુંગળી અને લીંબુના રસના મિશ્રણથી સ્ટફ કરીને બનાવવામાં આવેલું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આને નાસ્તા તરીકે અથવા ભોજનની બાજુમાં પીરસવામાં આવે છે.

#WK1
#mirapakayabajji
#stuffedmirchibajji
#bharelamarchabhajiya
#chillypakoda
#marchabhajiya
#cookpadgujarati
#cookpadindia

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. બેટર માટે ♈️
  2. ૨ કપબેસન
  3. ચોખાનો લોટ
  4. સ્વાદ અનુસારમીઠું
  5. ૧/૨ ચમચીઅજમો
  6. ૧/૪ ચમચીઆદુ, લસણની પેસ્ટ
  7. ૧/૪ ચમચીલાલ મરચું પાવડર
  8. ૧/૪ ચમચીહળદર
  9. ૧ ચપટીસોડા
  10. સ્ટફિંગ માટે ♈️
  11. ડુંગળી બારીક સમારેલી
  12. ૨ ચમચીકોથમીર સમારેલી
  13. સ્વાદ અનુસારમીઠું
  14. લીલું મરચું સમારેલું
  15. ૧ ચમચીલીંબુનો રસ
  16. લાલમરચું પાવડર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક બાઉલમાં લોટ, મીઠું, અજમો, સોડા, હળદર, લાલ મરચું પાવડર અને આદુ લસણની પેસ્ટ સારી રીતે મિક્સ કરો. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને મિડિયમ ખીરું તૈયાર કરી લો.

  2. 2

    કડાઈમાં તેલ ગરમ કરી મરચાંને બેટરમાં બોળી સારી રીતે કોટ કરીને મધ્યમ આંચ પર સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

  3. 3

    સ્ટફિંગ માટે એક બાઉલમાં ડુંગળી, મરચાં, લાલ મરચાંનો પાવડર, કોથમીર, લીંબુનો રસ અને ધાણાજીરું મિક્સ કરી લો.

  4. 4

    હવે, ભજિયાંમાં વચ્ચે ચીરો કરી ખોલી તૈયાર કરેલ સ્ટફિંગ ભરી લો.

  5. 5

    આ મિર્ચી બજ્જીને ગરમા ગરમ ચા કે કોફી સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes