કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)

Jalpa Darshan Thakkar
Jalpa Darshan Thakkar @jdrudra

શિયાળામાં ઠંડી હોય છે એટલે આ કાટલું પાક ખાવાની મજા આવે, બધા વસાણાં થી ભરપુર હોય છે...

કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)

શિયાળામાં ઠંડી હોય છે એટલે આ કાટલું પાક ખાવાની મજા આવે, બધા વસાણાં થી ભરપુર હોય છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ વ્યક્તિ માટે
  1. ૫૦૦ ગ્રામ ધંઉ નો કરકરો લોટ
  2. ૨૫૦ ગ્રામ ગોળ
  3. ૫૦ ગ્રામ ગુદ
  4. ૨૦ ગ્રામ કાટલાં નો મસાલો
  5. ૫૦ ગ્રામ મેથી ક્રશ કરેલી
  6. ૧૦ ગ્રામ ખસખસ
  7. ૧૦૦ ગ્રામ દળેલી ખાંડ
  8. ૨૫૦ ગ્રામ સૂકા મેવા (કાજુ,બદામ અને કિશમિશ)
  9. ૩૫૦ ગ્રામ ઘી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરી તેમાં લોટ શેકીને લેવો મીડીયમ આંચ પર, લોટ શેકાઈ જવા આવે એવું લાગે એના ૫ મિનીટ પહેલા ક્રશ કરેલી રાખેલો ગુદ નાખી ને બરાબર મિક્ષ કરીને સાઇડ પર મૂકી દેવું...

  2. 2

    હવે બીજા એક પેનમાં થોડું ઘી નાખી ને તેમાં ગોળ નાખી મીડીયમ આંચ પર ગોળ ઓગળી જાય ખાલી ત્યાં સુધી ગરમ કરી ગેસ બંધ કરી નીચે લઈ ને તેમાં ઉપર જણાવેલ બધી સામગ્રી નાખી ને બરાબર મિક્ષ કરી પછી એક થાળીમાં ઘી લગાવી પાથરવું...

  3. 3

    પછી થોડી વારે તેમાં કટ લગાવી ને તેમાં થી પિશ પાડી ને એક ડબ્બામાં ભરી લો.. ઠંડી માં સવારે ખાવાથી એનજી રહે છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa Darshan Thakkar
પર

Similar Recipes