બદામ ક્રેનબેરી ચીક્કી (Almond Cranberry Chikki Recipe In Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#MS
#cookpadindia
#cookpad_guj
મકરસંક્રાંતિ ની ઉજવણી ચીક્કી વિના તો થાય જ નહીં ને? અને ચીક્કી નું નામ આવતા જ આપણા મન માં શીંગ-તલ ની ચીક્કી, તલ સાંકળી, મમરા ના લાડુ, ડ્રાયફ્રુટ ચીક્કી ના ચિત્ર ઉપસી આવે. આજે મેં બદામ અને ક્રેનબેરી ની ચીક્કી બનાવી છે. ક્રેનબેરી એ વિદેશ નું બહુ જ પોષકતત્ત્વો થી ભરપૂર એવું ફળ છે. ભારત માં તેની ખેતી નથી થતી પરંતુ તેની સુકવણી જરૂર મળે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ
  1. 1/2 કપબદામ ના ટુકડા
  2. 1/2 કપડ્રાય ક્રેનબેરી ના ટુકડા
  3. 1 કપખાંડ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બદામ, ક્રેનબેરી ના ટુકડા કરી ને તૈયાર રાખો. જ્યાં ચીક્કી પાથરવી છે તે જગ્યા ને ચોખ્ખી કરી, તેલ લગાવી તૈયાર રાખો.

  2. 2

    જાડા તળિયા ના વાસણ માં ખાંડ નાખી,ધીમી આંચ પર, સતત હલાવતા રહો અને ઓગાળો.

  3. 3

    ખાંડ ઓગળી ને બદામી રંગ ની થવા લાગે એટલે બદામ અને ક્રેનબેરી ના ટુકડા નાખી આંચ બંધ કરી દો. અને એકદમ સરખું ભેળવી લો.

  4. 4

    તરત જ મિશ્રણ ને તેલ લગાવેલી જગ્યા પર રાખો અને તેલ લગાવેલા વેલણ ની મદદ થી વણી ને ફેલાવી લો.

  5. 5

    તરત કાપા કરી અને ઠંડી થવા દો. ઠંડી થઈ જાય પછી ટુકડા કરી લો.

  6. 6

    હવાચુસ્ત ડબ્બા માં રાખો અને મન થાય ત્યારે આનંદ ઉઠાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes