ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)

Tanha Thakkar
Tanha Thakkar @Ra_sa1406

ચાઈનીઝ વાનગી જે લારી પર મળે છે તેવું જ ઘરે પરફેક્ટ રીત થી બનાવો. અમારા ઘરમાં લીલી ડુંગળી ભાવતી નથી.માટે મેં નાખી નથી.તમે નાખી શકો છો.

ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ચાઈનીઝ વાનગી જે લારી પર મળે છે તેવું જ ઘરે પરફેક્ટ રીત થી બનાવો. અમારા ઘરમાં લીલી ડુંગળી ભાવતી નથી.માટે મેં નાખી નથી.તમે નાખી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. ૨ કપઝીણી ખમણેલું કોબીજ
  2. ૧ કપઝીણી ખમણેલી ડુંગળી
  3. ૨ ચમચીઝીણું ખમણેલું ગાજર
  4. ૨ ચમચીઝીણું ખમણેલું કેપ્સિકમ
  5. ૨ ચમચીરેડ ચીલી સોસ
  6. ૨ ચમચીસોયા સોસ
  7. ૧/૨ ચમચીકાળા મરીનો પાઉડર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૪ કપપાણી
  10. ૨ ચમચીકોર્ન ફ્લોર ની સલરી
  11. તેલ તળવા માટે
  12. ૩ ચમચીકોર્ન ફ્લોર
  13. ૩ ચમચીમેંદો
  14. ૧ ચમચીઆદુ લસણની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક બાઉલમાં ઝીણી ખમણેલી ડુંગળી, કોબીજ, ગાજર, કેપ્સિકમ ને મિક્સ કરી તેમાં મીઠું સ્વાદ અનુસાર. નાખી મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં. ૨ ચમચી રેડ ચીલી સોસ અને ૨ ચમચી સોયા સોસ નાખી મિક્સ કરો. હવે તેમાં કોર્ન ફ્લોર અને મેંદો નાખી મિક્સ કરી ગોળા વાળી લો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને ગોળા ને તળી લો.

  4. 4

    હવે એક કડાઈમાં તેલ લઇ આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી, તેમાં ૧ ચમચી ગાજર.મ, કેપ્સિકમ બારીક સમારેલી ડુંગળી કોબીજ નાખી તેમાં સોયા સોસ અને રેડ ચીલી સોસ અને ૪ કપ પાણી નાખી ઉકાળવું.

  5. 5

    પાણી ઉકળે એટલે તેમાં કોર્ન ફ્લોર ની સલરી નાખી મિક્સ કરો. હવે તળેલા ગોળા ને ગ્રેવી માં નાખી સર્વ કરો

  6. 6

    તૈયાર છે લારી પર મળે તેવા ગ્રેવી મનચુરીયન. જે નુડલ્સ સાથે ખાવાની મજા પડે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tanha Thakkar
Tanha Thakkar @Ra_sa1406
પર
I have also YouTube channel. #Rani Nu Rasodu#. watch More recipe video subscribe my channel.. also follow me on cookpad.
વધુ વાંચો

Similar Recipes