જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)

Rinkal Tanna @cook_24062657
આપણા બધા ના ઘર માં સવારે નાસ્તામાં કે રાત્રે જમવા માં ભાખરી તો બનતી જ હોય છે. આજે મેં જીરા બિસ્કિટ ભાખરી બનાવી છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.
#બિસ્કિટભાખરી
#cookpadindia
#cookpadgujarati
#FFC2
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણા બધા ના ઘર માં સવારે નાસ્તામાં કે રાત્રે જમવા માં ભાખરી તો બનતી જ હોય છે. આજે મેં જીરા બિસ્કિટ ભાખરી બનાવી છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.
#બિસ્કિટભાખરી
#cookpadindia
#cookpadgujarati
#FFC2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને લોટ મિક્સ કરી મીઠું,જીરૂં અને મુઠી પડતું મોણ નાખી બરાબર મિક્સ કરી લો.
- 2
જરૂર મુજબ પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લો. આ લોટ ને પાંચેક મિનિટ રાખી નાની-નાની ભાખરી વણી લો.
- 3
ભાખરી ને ધીમા તાપે રૂમાલ થી દબાવતા જાવ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.
- 4
ગરમાગરમ ભાખરી પર ઘી લગાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week2#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#week2#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
-
જીરા-મેથી બિસ્કીટ ભાખરી (Jira Methi biscuit Bhakhari recipe in Gujarati)
#Fam#CookpadIndia#COOKPADGUJRATI બિસ્કીટ ભાખરી મારા નાની અને દાદી બંને આ જ રીતે બનાવતાં હતાં અને આજે પણ મારા મમ્મી, મામી અને કાકી પણ બનાવે છે. મેં એની એ જ પધ્ધતિ મુજબ બિસ્કીટ ભાખરી બનાવી છે જેમાં મુઠ્ઠી પડતું મોણ નાખીને કઠણ લોટ બાંધી ને ભાખરી કપડાં નાં મસોતા થી લોઢી પર ઘસી ને લાલાશ પડતી શેકવા માં આવે છે. પદ્ધતિ તો તેની જ રાખી છે પરંતુ તેમાં જીરું અને કસુરી મેથી ની ફ્લેવર ઉમેરી ને બિસ્કીટ ભાખરી તૈયાર કરેલ છે. ભાખરી ગરમ તથા ઠંડી બંને રીત સારી લાગે છે. ટ્રાવેલિંગમાં જોડે લઈ જવું હોય તો સારી રહે છે. બાળકો બિસ્કીટ ને પણ ભુલી એટલી સરસ લાગે છે. તે એકલી ખાવા ની પણ મજા આવે છે ્ તેને ચા,અથાણું, છુંદો, મરચાં,શાક, દહીં, ચટણી ગમે તેની સાથે સર્વ કરી શકાય છે. Shweta Shah -
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
#Foodfestival#FFC2#WEEK2 મારી લાઈફની સૌપ્રથમ શીખેલી વાનગી એટલે લસણની ચટણી અને ભાખરી 😊... એમાંથીભાખરી, એક એવુ ખાણું કે જેને જમવા માં શાક સાથે, નાસ્તા મા ચા/કોફી સાથે, અથાણા સાથે કે એમ જ બિસ્કિટની જેમ ખાઈ શકાય છે... ઘણા લોકો ઘઉં ના જાડા લોટની બનાવે છે પણ હું જાડો અને ઝીણો લોટ ભેળવીને બનાઉં છું Krishna Mankad -
બીસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#ફૂડ ફેસ્ટિવલ2 ભાખરી એ એવું વઝૅન છે.જે તમે ગમેતે મોટા જમણવાર પતે પછી ખાવાની ઈચ્છા થાય અને તેનાથી જમ્યાનો સંતોષ મળે છે એમાં પણ વેરીએશન થાય .જુદા જુદા પ્રકારની ભાખરી બીસકીટ ભાખરી મસાલા ભાખરી ખાખરા ભાખરી,બાટી ભાખરી,વેજ ભાખરી,ગ્રીન ભાખરી,ગુમ્બા ભાખરી વગરે.આજે આપણે બનાવીશું વેજ.ભાખરી. Smitaben R dave -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#week2#ફુડ ફેસ્ટીવલ ૨માટીની તાવડી માં બનતી ભાખરીની મીઠાશ જ કંઈ જુદી જ હોય છે. અહીં મેં તાવડી અને લોઢી બંને નો ઉપયોગ કર્યો છે જેથી ઝડપથી બની શકે. આમાં તમે મસાલા ભાખરી કે વિવિધ ભાજીની ભાખરી પણ બનાવી શકો.સવારનાં નાસ્તામાં ગરમાગરમ ભાખરી અને ચા હોય તો.. તો.. કાંઈ નો ઘટે😅 Dr. Pushpa Dixit -
કાઠિયાવાડી ભાખરી (Kathiyawadi Bhakhri Recipe In Gujarati)
#supersઆ ભાખરી કાઠીયાવાડી ના ઘર માં સવારમાં બનતો બ્રેકફાસ્ટ છે. Hemaxi Patel -
-
-
પીઝા બિસ્કીટ ભાખરી (Pizza Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2 પીઝા નામ સાંભળતા જ બાળકો ના મોઢા મા પાણી આવી જાય.તો મે આજે પીઝા ના ટેસ્ટ ની ભાખરી બનાવી છે .જે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.આ ભાખરી ને પીઝા ના રોટલા ની જેમ ઉપયોગ કરી શકાય છે.આ ભાખરી ઉપર પીઝા સોસ,વેજીટેબલ,ચીઝ ,ઓલિવ,જેલેપીનો આ બધું જે ભાવતું હોય તે પ્રમાણે યુઝ કરી ને હોમ મેડ પીઝા બાળકો ને આપી શકાય છે.આ ભાખરી ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.તમે બધા પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Vora -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#MAવર્ષો થી મારા મમ્મી ની મનપસંદ બિસ્કિટ ભાખરી. અને એમના હાથ ની આ ભાખરી આજે પણ એટલી જ સ્વાદિષ્ટ બને છે. જે હંમેશા મારા માટે મનપસંદ રેહસે Uma Buch -
ફ્રોઝન જીરા બિસ્કીટ ભાખરી (Frozen jeera biscuit bhakhri recipe)
#સુપરશેફ૨ #ફલોર્સ/લોટભાખરી, રોટલી, પૂરી, પરોઠા કે પછી થેપલા આપણા ફુલમીલ નો મેઈન હીસ્સો છે. એમાંથી ભાખરી ને ઘણી બધી જગ્યાએ એક આગવું સ્થાન મળ્યું છે કારણ કે તે ડ્રાય છે અને તેને આગવી રીતે બનાવી ને ઘણા બધા દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. ખાસ કરીને જ્યારે બાળકો બહાર ભણતા હોય ત્યારે તે ખૂબ જ ઉપયોગી બનશે. Harita Mendha -
ઘી વાળી બિસ્કીટ ભાખરી (Ghee Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week2#ફૂડફેસ્ટિવલ#બિસ્કીટભાખરી#cookpad#cookpadindia#cookpadgujarati#cooksnapchallengeઘી બિસ્કીટ ભાખરીહું આ રીત પ્રમાણે ક્રિસ્પી ભાખરી બનાવું છું .. મારા ઘર માં બધાં ને ખૂબ જ પ્રિય છે . અમે ઘર માં કચ્છી ભાષા માં "*મોણી રોટી*" કહીયે છીયે . Manisha Sampat -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#food festival 2 #FFC2#Week 2. બાળકોને જો ભાખરી ચા સાથે ખાવા આપીએ તો મોઢું ચડાવીને બેસી જાય છે મને એ જવા કરીને આપણે બિસ્કિટ જેવી ભાખરી બનાવીને આપીએ તો તે હશે ખાઈ જાય છે ખરેખર આ બિસ્કીટ ભાખરી ખુબ જ સરસ લાગે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
ભાખરી તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે અહીં તીખી ભાખરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC2 chef Nidhi Bole -
-
ક્રિસ્પી જીરા પૂરી (Crispy Jeera Poori Recipe In Gujarati)
#GA4 #Week9મારા ઘર માં બધાં ની ફેવરિટ એવી ક્રિસ્પી જીરા પૂરી ની રેસિપી હું આજે તમારી સાથે શેર કરીશ. આ પૂરી ખાવા ની ખૂબ મજા આવે છે. તમે આ પૂરી ને ટ્રાય કરી શકો છો... ખૂબ સરસ લાગે છે. તો ચાલો જાણીએ કેવી રીતે બને છે... Urvee Sodha -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week 2.#cookpadગુજરાતી લોકો ના ખોરાકમાં ખાસ કરીને ભાખરી સાંજે જમવામાં બનાવવામાં આવે છે. અને સવારે નાસ્તામાં પણ બનાવે છે. અને કોઈ લોકો સાંજની બનાવેલી સવારના નાસ્તામાં ખાય છે. જે એકદમ હેલ્ધી ખોરાક છે. Jyoti Shah -
ઓટ્સ બિસ્કિટ ભાખરી (Oats Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#cookoadindia#cookoadgujaratiભાખરી બનાવવાં માં મે ઓટ્સ નો ઉપયોગ કરી કોથમીર અને મરચાં નાખી ને બિસ્કિટ જેવી ક્રિસ્પી ભાખરી બનાવી છે . सोनल जयेश सुथार -
-
-
ચીઝી ભાખરી(Cheesy bhakhri recipe in gujarati)
#GA4#Week10મેં સવારે નાસ્તા માં બનાવી છે.. ખૂબ જ સરસ લાગે છે સ્વાદ માં.. Aanal Avashiya Chhaya -
કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati)
ગુજરાતની બિસ્કીટ ભાખરી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. કરકરા લોટ અને વધારે મોણ માંથી બનતી આ ભાખરી બિસ્કિટ જેવી બને છે જેથી કરીને એને બિસ્કીટ ભાખરી કહેવામાં આવે છે. આ ભાખરી ચાર-પાંચ દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સારી રહે છે અને પ્રવાસ દરમ્યાન બનાવીને સાથે પણ લઈ જઈ શકાય. બિસ્કીટ ભાખરી સાદી, જીરા વાળી, મસાલાવાળી, મેથી વાળી એમ અલગ અલગ ફ્લેવર ઉમેરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા કોથમીર અને લીલા મરચાનો ઉપયોગ કરીને બિસ્કીટ ભાખરી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ ભાખરીને નાસ્તામાં અથાણા, ચા કે કોફી સાથે પીરસવામાં આવે છે.#FFC2#cookpadindia#cookpad_gu spicequeen -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhari recipe in Gujarati)
#રોટીસ #રોટલીબિસ્કિટ ભાખરી એ ગુજરાતની સ્પેશિયલ ભાખરી છે જેમાં ભાખરીને શેકીને કડક બનાવવામાં આવે છે.ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશમાં આ પ્રકારની ભાખરી ખૂબ વપરાય છે. બિસ્કિટ ભાખરી ને તમે લંચ, રાતનું વાળું કે નાસ્તામાં ગમે તે રીતે ઉપયોગ કરી શકો છો. Bijal Thaker -
ભાખરી સાથે દૂધ
#હેલ્થીઆ હરિફાઈ માં હેલ્થ માટે બેસ્ટ રેસિપી મુકવાની છે. ઼઼તો મારી રેસિપી છે માટી ની તાવડી માં બનેલી ભાખરી સાથે દૂધ.. વર્ષો થી આપણા વડીલો રાત્રે વાળું માં લેતા.. અને એકદમ નિરોગી રહેતા.. Sunita Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15972028
ટિપ્પણીઓ