પાલક પાત્રા(Palak Patra recipe in Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#FFC5
#week5
#palak_patra
#farasan
#dinner
#CookpadIndia
#COOKPADGUJRATI
#kachi_Keri
#Jain
#easy_method
પાત્રાએ ગુજરાતનું એક પ્રખ્યાત ફરસાણ છે. જે અળવીના પાન તથા પાલકના પાન બંનેમાંથી તૈયાર કરી શકાય છે. સામાન્ય રીતે પાત્ર બનાવવામાં તેની મુખ્ય પદ્ધતિ કે, જેમાં દરેક પાંદડા ઉપર તૈયાર કરેલું ખીરું લગાવી તેનું બીડું વાળવામાં આવે છે જેમાં ખૂબ જ સમય લાગે છે પરંતુ મેં અહીં એક અલગ પદ્ધતિથી પાત્ર તૈયાર કર્યા છે જેમાં પાંદડાની ચોપડવાની ઝંઝટ રહેતી નથી, તે છતાં પણ તે બન્યા પછી ચોપડી ને બીડું વાળીને બનાવ્યા હોય તેવા જ દેખાય છે. આ પદ્ધતિથી બનાવવાથી ઓછા સમયમાં સરસ રીતે પાત્ર તૈયાર થઈ જાય છે. તો તમે પણ આ પદ્ધતિથી પદ્ધતિ ચોક્કસથી ટ્રાય કરશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 500ગ્રામ પાલકની ભાજી
  2. 400ગ્રામ ચણાનો લોટ
  3. અડધી વાડકી દહી
  4. 2ચમચી ગોળ
  5. 1ચમચી લીલા મરચાની પેસ્ટ
  6. ૧ કપ ઝીણી સમારેલી કોથમીર
  7. પા ચમચી હળદર
  8. પા ચમચી લાલ મરચું પાવડર
  9. પા ચમચી ગરમ મસાલો
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ચપટી સાજીના ફૂલ
  12. બેથી ત્રણ ચમચી તેલ
  13. વઘાર માટે:
  14. 1ચમચો તેલ
  15. અડધો કપ કાચી કેરીનું છીણ
  16. અડધી ચમચી રાઈ
  17. 1મોટી ચમચી તલ
  18. પા ચમચી હિંગ
  19. 1/4ચમચી લાલ મરચું પાવડર
  20. 2લીલા મરચા
  21. 1ડાળખી મીઠો લીમડો
  22. ઉપરથી ગાર્નીશિંગ માટે : કોથમીર, ટોપરા નું છીણ અને લીંબુ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલકની ભાજીને ધોઈ ને ઝીણી સમારી લો. દહીં અને ગોળ ભેગા કરી નવશેકા ગરમ કરો એટલે ગોળ ઓગળી જશે પછી ચણાના લોટમાં ખીરા માટેની બધી સામગ્રી ઉમેરી તેમાં થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરી લો.

  2. 2

    ધોઈને નિતારી પાલક તેમાં ઉમેરો

  3. 3

    હવે સ્ટીમરમાં ગ્રીસ કરેલી થાળી માં ખીરુ પાથરીને અઢારથી વીસ મિનિટ માટે તેને બાફી લો.

  4. 4

    હવે પાતરા ઠંડા પડે એટલે ફોટા માં બતાવ્યા પ્રમાણે તેના કાપા કરી ને ટુકડા કરી લો જેથી ચોપડીને બનાવ્યા હોય તે રીતે જ સરસ પડવાળા દેખાય.

  5. 5

    એક કડાઇમાં તેલનો વઘાર મૂકી તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે તેમાં હિંગ, તલ, મીઠો લીમડો, લીલા મરચા, લાલ મરચું પાવડર કાચી કેરીનું છીણ ઉમેરી એક ચમચો પાણી ઉમેરો પાણી તતડવા લાગે એટલે તેમાં બાફીને ટુકડા કરેલા પાતરા ઉમેરો.

  6. 6

    ચારથી પાંચ મિનિટ માટે ધીમા તાપે પાત્રાને શેકી લો.

  7. 7

    તૈયાર પાત્રા ને સર્વિંગ ડીશમાં લઈ ને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર, કોપરાનું છીણ અને લીંબુ મૂકીને સર્વ કરો.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes