જીરા પૂરી (Jeera puri recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#HR
#FFC7
#week7
#cookpadgujarati
#cookpadindia
#cookpad
જીરા પૂરી એક ખૂબ જ ક્રિસ્પી પૂરી છે. આ પૂરીને સૂકા નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. જીરા પૂરી માં ઘઉંનો લોટ અને મેંદાનો લોટ લઈ સરસ મજાની ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પૂરી બનાવવામાં આવે છે. આ જીરા પુરી ને સૂકા નાસ્તા તરીકે યાત્રા-પ્રવાસમાં લઈ જવા માટે કે બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી શકાય છે.
તહેવારના દિવસોમાં આ જીરા પૂરી ને અગાઉથી બનાવી રાખી તહેવાર સમયે વાપરવામાં આવે છે. આ પૂરીને બનાવી લાંબા સમય માટે સ્ટોર કરી શકાય છે. મેં આજે હોળીના તહેવાર નિમિત્તે એક સરસ મજાના ફરસાણમા જીરા પૂરી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપઘઉંનો લોટ
  2. 1/2 કપમેંદાનો લોટ
  3. 1 Tspશેકેલું જીરું
  4. 1 Tspમરી પાવડર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 Tspહળદર
  7. 1 Tbspતેલ
  8. 1 Tbspધી
  9. 1/4 કપદૂધ
  10. જરૂરિયાત મુજબ પાણી
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંનો લોટ અને મેંદો સરખા ભાગે લઈ તેમાં શેકેલુ જીરું અને મરીના તાંજળા ઉમેરવાના છે.

  2. 2

    ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર અને તેલ - ઘી ઉમેરવાના છે.

  3. 3

    હાથથી બરાબર રીતે મસળી બધુ બરાબર મિકસ કરી લેવાનું છે.

  4. 4

    દૂધ અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરી મીડીયમ કઠણ લોટ બાંધવાનો છે. આ લોટને ઢાંકીને પંદર-વીસ મિનિટ માટે રહેવા દેવાનો છે.

  5. 5

    આ લોટને તેલ વાળા હાથ થી થોડો મસળી તેના લુઆ બનાવવાના છે. મનગમતા સાઇઝની પૂરી વણી લેવાની છે. તેલ ગરમ કરી આ પૂરીને સ્લો થી મીડીયમ ફ્લેમ પર તળી લેવાની છે.

  6. 6

    આ રીતે બધી પૂરી ને તળીને તૈયાર કરી લેવાની છે. જેથી લાંબા સમય માટે એવી ને એવી રહે તેવી જીરા પૂરી તૈયાર થઇ જશે.

  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes