મીઠા પુડલા (Mitha pudla recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#FFC8
#week8
#cookpadgujarati
#cookpadindia
#cookpad
અમારે ત્યાં ગુજરાતમાં ગળ્યા (મીઠા) અને ખારા પુડલા સાથે ખાવાની પ્રણાલી છે. ખારા એટલે કે તીખા પુડલા બને ત્યારે તેની સાથે ગળ્યા એટલે કે મીઠા પુડલા બનાવવાના જ હોય છે. મીઠા પુડલા ઘઉં ના લોટ અને ગોળના પાણી માંથી બનાવવામાં આવે છે. આ પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેમાં ફ્લેવર માટે એલચી પાવડર અને વરિયાળી પાવડર ઉમેરવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપપાણી
  2. 1/2 કપગોળ
  3. 3/4 કપઘઉંનો લોટ
  4. 1/2 Tspએલચી પાવડર
  5. 1 Tspવરિયાળી પાવડર
  6. 1 Tspખાંડ
  7. 1 Tbspચણાનો લોટ
  8. જરૂરિયાત મુજબ પાણી
  9. પુડલા શેકવા માટે ધી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગોળનું પાણી તૈયાર કરવા માટે: એક બાઉલમાં પાણી ઉકાડવા મૂકી તેમાં ગોળ ઉમેરવાનો છે અને તે પૂરી રીતે ઓગળી જાય ત્યાં સુધી પાણીને ઉકાડવાનું છે.

  2. 2

    ગોળ ઓગળી જાય એટલે ફ્લેમ ઓફ કરી પાણીને સાવ જ ઠંડુ થવા દેવાનું છે.

  3. 3

    એક બાઉલમાં ઘઉંનો લોટ લઇ તેમાં વરિયાળી પાવડર અને એલચી પાવડર ઉમેરવાના છે.

  4. 4

    ખાંડ અને ચણાનો લોટ ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  5. 5

    હવે તેમાં તૈયાર કરેલું ગોળનું પાણી થોડું થોડું ઉમેરતા જવાનું છે.

  6. 6

    પુડલા બરાબર રીતે પાથરી શકાય તેવી consistency વાળુ બેટર તૈયાર કરવાનું છે. જરૂરિયાત મુજબ પાણી પણ ઉમેરી શકાય. આ બેટર ને ૩૦ થી ૪૫ મિનીટ માટે ઢાંકી ને સાઈડ પર રાખી દેવાનું છે.

  7. 7

    નોનસ્ટિક લોઢી ને ગરમ કરી તેના પર ચમચાથી બેટર પાથરી તેના પર ધી લગાવી તેને બંને તરફથી બરાબર રીતે શેકી લેવાનું છે.

  8. 8

    આ રીતે બધા મીઠા પુડલા તૈયાર કરી લેવાના છે.

  9. 9
  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes