શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૩ વ્યક્તિ
  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૨ ચમચીચણાનો લોટ
  3. ૧/૨ કપગોળ
  4. ૨ કપપાણી
  5. ૨ ચમચીવરિયાળી
  6. ૧/૨ ચમચીઈલાયચી પાવડર
  7. ૧/૪ ચમચીમીઠું
  8. ૧ ચમચીખાંડ
  9. ૧/૪ કપકોપરાનું છીણ
  10. ચપટીસોડા
  11. ૧/૨ કપઘી શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં ગોળ અને પાણી ઉમેરીને ગરમ કરવા મુકો. ગોળ ઓગળે ત્યાંસુધી પાણી ઉકળવા દો. ત્યારબાદ તેને ઠંડું કરી લો.

  2. 2

    એક બાઉલમાં બંને લોટ, મીઠું, ખાંડ અને ગોળવાળું પાણી ઉમેરીને મિક્સ કરી લો. પછી તેમાં ઈલાયચી પાવડર, વરિયાળી અને સોડા ઉમેરીને હલાવી લો.

  3. 3

    નોનસ્ટિક તવી ગરમ કરીને પુડલા ઉતારી લો. તેની ઉપર વરિયાળી અને કોપરાનું છીણ ભભરાવી લો. જાળી પડવા લાગે પછી ઘી લગાવી તેની બાજુ ફેરવી લો.

  4. 4

    બંને બાજુ સોનેરી રંગ આવે ત્યાં સુધી શેકી લો.

  5. 5

    તો મીઠા પુડલા સર્વ કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes