મિક્સ વેજ ઉત્તપમ (Mix Veg Uttapam recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#ST
#cookpadgujarati
#cookpadindia
#cookpad
મેં આજે એક ખુબ જ સરસ સાઉથ ઇન્ડિયન વાનગી બનાવી છે જેનું નામ છે ઉત્તપમ. ઉત્તપમ ઘણી બધી અલગ અલગ વેરાયટી માં બનાવી શકાય છે જેમકે સાદા ઉત્તપમ, ટોમેટો ઓનીયન ઉત્તપમ, ચીઝ ઉત્તપમ, કોર્ન કેપ્સીકમ ઉત્તપમ વગેરે. એવી જ રીતે મેં આજે ઉત્તપમની એક વેરાયટી "મિક્સ વેજ ઉત્તપમ" બનાવ્યા છે. જેમાં મેં અલગ અલગ જાતના વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. આ ઉત્તપમ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેને સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં સર્વ કરી શકાય.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ઉત્તપમનું ખીરું બનાવવા માટે:
  2. 3 વાટકીચોખા
  3. 1 વાટકીઅડદની દાળ
  4. 1/2 Tspસૂકી મેથી
  5. 1 વાટકીખાટી છાશ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. જરૂરિયાત મુજબ પાણી
  8. મિક્સ વેજ મસાલા તૈયાર કરવા માટે:
  9. 1/2 કપસમારેલી ડુંગળી
  10. 1/4 કપસમારેલા ટમેટા
  11. 1/4 કપસમારેલાં કેપ્સિકમ
  12. 1/4 કપખમણેલું ગાજર
  13. 1/4 કપખમણેલું બીટ
  14. 1 Tspચાટ મસાલો
  15. 1/2 Tspસંચળ પાવડર
  16. સ્વાદ અનુસારમીઠું
  17. ઉત્તપમ બનાવવા માટે:
  18. જરૂરિયાત મુજબ તેલ
  19. સર્વ કરવા માટે:
  20. ટોમેટો ઓનીયન ચટણી
  21. કોકોનટ ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉત્તપમ નું ખીરું બનાવવા માટે:
    ચોખા, અળદની દાળ અને મેથીને ચોખ્ખા પાણીથી ધોઈ ચાર થી પાંચ કલાક માટે પાણીમાં પલાળી રાખવાના છે. ત્યારબાદ તેમાંથી પાણી નિતારી લઈ ૧ વાટકી છાશ અને જરૂરિયાત મુજબ પાણી અને મીઠું ઉમેરી મિક્સરમાં પીસી લેવાનું છે. આ ખીરાને પાંચ થી છ કલાક માટે ઢાંકીને સાઈડ પર રાખી દેવાનું છે. જેથી ઉત્તપમ બનાવવા માટેનું ખીરું તૈયાર થઈ જશે.

  2. 2

    એક બાઉલમાં સમારેલી ડુંગળી, સમારેલાં કેપ્સિકમ અને સમારેલા ટમેટા લેવાના છે.

  3. 3

    તેમાં ખમણેલું ગાજર અને ખમણેલું બીટ ઉમેરવાનું છે.

  4. 4

    તેમાં ચાટ મસાલો, સંચળ પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે.

  5. 5

    બધું જ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે જેથી મિક્સ વેજ મસાલા તૈયાર થઈ જશે.

  6. 6

    એક નોનસ્ટિક લોઢી પર આછું તેલ લગાવી, પાણી છટકોરી મીડીયમ તાપે લોઢી તૈયાર કરવાની છે.

  7. 7

    તેના પર તૈયાર કરેલું ઉત્તપમનું ખીરું પાથરવાનું છે અને તેના પર તૈયાર કરેલો મિક્સ વેજ મસાલા ઉમેરવાનો છે. ઉત્તપમની ફરતે થોડું તેલ લગાવી એક થી બે મિનિટ માટે તેને કુક થવા દેવાનો છે.

  8. 8

    ત્યારબાદ તેની સાઈડ બદલાવી એટલે કે ઉથલાવીને બીજી બાજુ પણ કુક કરી લેવાનો છે.

  9. 9

    તો અહીંયા આપણો ગરમાગરમ મિક્સ વેજ ઉત્તપમ સર્વ કરવા માટે તૈયાર છે.

  10. 10

    મેં ઉત્તપમને ટોમેટો ઓનીયન ચટણી અને કોકોનટ ચટણી સાથે સર્વ કર્યો છે.

  11. 11
  12. 12

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes