ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#JSR
#cookpadindia
#Cookpadgujarati
ચીઝ બર્સ્ટ પીઝા

ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)

#JSR
#cookpadindia
#Cookpadgujarati
ચીઝ બર્સ્ટ પીઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લોટ માટે :
  2. ૧ કપમેંદો + ૧|૨ કપ ઘઉં નો લોટ
  3. ૧/૨ ટીસ્પૂનબેકિંગ પાઉડર + ૧/૨ ટીસ્પૂન બેકિંગ સોડા
  4. ૧ ટીસ્પૂનખાંડ
  5. ૧/૨ કપદહીં
  6. મીઠું સ્વાદમુજબ
  7. પાણી
  8. ૧ ટીસ્પૂનતેલ
  9. ૩/૪ કપ ચીઝ સ્પ્રેડ
  10. ટોપીંગ માટે : ૧ નાની ડુંગળીના ચોરસ ટૂકડા
  11. ૧/૪ નંગરેડ બેલ પેપરના ચોરસ ટુકડા
  12. ૧/૪ નંગગ્રીન કેપ્સિકમ ના ચોરસ ટૂકડા
  13. ૨ ટેબલ સ્પૂનમકાઇ દાણા
  14. મીઠું સ્વાદમુજબ
  15. ૩/૪ કપ પીઝા સૉસ
  16. ૨ નંગચીઝ સ્લાઇસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાઉલ મા મેંદો, ઘઉંનો લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, મીઠું & ખાંડ મિક્સ કરો... હવે દહીં & પાણી નાંખી એકદમ ઢીલો લોટ બાંધો... તેલ લગાવી ઢાંકી ને લગભગ ૨૦ મિનીટ રાખો....

  2. 2

    ૧ બાઉલ મા ટોપીંગ ની બધી જ સામગ્રી મીક્ષ કરી બાજુ પર રાખો...

  3. 3

    હવે લોટ ને થોડો કણસી એના ૨ ભાગ કરો.... હવે એના ૨ લૂવા કરી ૨ પીઝા વણી.. કટર થી ગોળ કરી એને બંને બાજુ થી શેકી લો. & બાજુ પર રાખો

  4. 4

    હવે બાકીના લોટના ૨ લૂવા કરી એને પહેલાના પીઝા કરતા ૧.૫ ઇંચ મોટા વણો. & ગોળ કાપો... હવે જે ડીશ મા કરવા હોય એને ઑલીવ ઑઇલ થી ગ્રીસ કરો & ઉપર વણેલો પીઝા બેઝ મૂકો... હવે ગોળ ફરતે ૧.૫ ૨ ઇંચ જગ્યા છોડી એના ઉપર ચીઝ સ્પ્રેડ પાથરો...... એના ઉપર ચીઝ સ્લાઇસ... હવે એના ઉપર શેકેલો નાનો પીઝા નો રોટલો પાથરો... & નીચેની રોટીનો જે ૧.૫ ઇંચ નો ભાગ છોડ્યો હતો તેને વાળી ઉપર ની રોટી પર પેક કરો બીજી બાજુ ૧ ઊંચી કઢાઈ ગેસ પર ગરમ કરવા મૂકો

  5. 5

    હવે એના ઉપર પીઝા સૉસ પાથરો...... ઉપર ટોપીંગ સલાડ પાથરો.... એની ઉપર મોઝરેલા ચીઝ થોડુ & થોડુ છીણેલુ ચીઝ... હવે વાળેલી રોટીની ગોળ ફરતે ઑલીવ ઑઇલ લગાવો....હવે એને પ્રીહીટેડ કઢાઈ મા મૂકી.. ઉપર થી ઢાંકણ ઢાંકી દો...ચીઝ મેલ્ટ થઇ ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી ગરમાગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes