વેજિટેબલ અપ્પમ

Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608

#RB8 વેજિટેબલ અપ્પામ એક દક્ષિણ ભારતીય વાનગી છે.આ વાનગી વિવિધ રીતે બનાવી શકાય છે.દાળ ચોખા પલાળી ને વતી ને,માત્ર ચોખા પલાળી ને વાટી ને તેમજ સોજી ને પલાળી ને તેમાં વિવિધ વેજિટેબલ ઉમેરી ને બનાવાય છે...સ્વાદ માં ટેસ્ટી ને પચવામાં હળવો આ ખોરાક અમારા ઘર માં સૌ ને ખુબજ પસંદ છે.

વેજિટેબલ અપ્પમ

#RB8 વેજિટેબલ અપ્પામ એક દક્ષિણ ભારતીય વાનગી છે.આ વાનગી વિવિધ રીતે બનાવી શકાય છે.દાળ ચોખા પલાળી ને વતી ને,માત્ર ચોખા પલાળી ને વાટી ને તેમજ સોજી ને પલાળી ને તેમાં વિવિધ વેજિટેબલ ઉમેરી ને બનાવાય છે...સ્વાદ માં ટેસ્ટી ને પચવામાં હળવો આ ખોરાક અમારા ઘર માં સૌ ને ખુબજ પસંદ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 250 ગ્રામસોજી
  2. 2ચમચા દહીં
  3. 2 ચમચીમીઠું
  4. 2 ચપટીઇનો
  5. 1 વાટકીઝીણું સમારેલું ગાજર
  6. 1 વાટકીઝીણી સમારેલી ડુંગળી
  7. 1 વાટકીબાફેલી મકાઈ ના દાણા
  8. 1 વાટકીઝીણી સમારેલી કોબીજ
  9. 1 વાટકીઝીણું સમારેલું ટામેટું
  10. 1 વાટકીઝીણું સમારેલું કેપ્સીકમ
  11. 1 ચમચીઝીણી સમારેલી કોથમીર
  12. 1 ચમચીજીરૂ
  13. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  14. 2 ચમચીતેલ વઘાર માટે.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપેલી માત્રા અનુસાર સોજી લઇ તેમાં યોગ્ય પ્રમાણ માં દહીં ઉમેરી ને પાણી ઉમેરી બરોબર મેળવી લો...તેમાં યોગ્ય પાણી ઉમેરી પલાળી દો..વધુ માં વધુ 1/2 (1/2) કલાક પલળવા દો...

  2. 2

    યોગ્ય સમય પૂરો થાય એટલે સોજી જોઈ લેવી..તે ફૂલી ને તૈયાર થઈ જશે એટલે તેમાં તમામ વેજિટેબલ ઉમેરી બરોબર ફીણી ને મિક્સ કરી દેવું.હવે એક વઘરીયા માં એક ચમચી તેલ અને જીરું ઉમેરી આદુ મરચા ની પેસ્ટ સાંતળી લો અને તેને સોજી ના ખીરા માં ઉમેરી દો..

  3. 3

    હવે તૈયાર કરેલા ખીરા માં મીઠું અને ઇનો ઉમેરી ફીણી લો..ત્યારબાદ એક ચમચી તેલ ઉમેરી મિક્સ કરી લો...

  4. 4

    હવે અપ્પમ પાન લઇ તેમાં તેલ ચોપડી એપામ ચમચી ની મદદ થી મૂકો.થોડી વાત પછી નીચેનું પડ થાય એટલે ઉપર ફરીથી સહેજ ખીરું પથરી તરતજ એપ્પમ ને ધારવાળી ચપ્પુ થી પલટાવી દો..ગરમ ગરમ કોપરા ની ચટણી સાથે સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608
પર
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes