વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg. Cheese Grill Sandwich Recipe In Gujarati)

Foram Mankad
Foram Mankad @Foramm
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબાફેલી મકાઈના દાણા
  2. 1/2 કપસમારેલું કેપ્સીકમ
  3. 1/4 કપસમારેલું ટમેટું
  4. 1/4 કપસમારેલી ડુંગળી
  5. 1 tbspલીલા મરચા ની કટકી
  6. 2 tbspઝીણી સમારેલી કોથમીર
  7. 1/2 કપખમણેલું ચીઝ
  8. 1 tbspચાટ મસાલો
  9. 1 tbspમરી પાઉડર
  10. 1 tspરેડ ચીલી ફ્લેક્સ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 1/2 કપ ઝીણી કાપેલી કાકડી
  13. બ્રેડ સ્લાઈસ
  14. સોલ્ટેડ બટર
  15. ગ્રીન ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સ્ટફિંગ તૈયાર કરીશું. તેના માટે એક બાઉલમાં બાફેલી મકાઈના દાણા લઈ તેમાં સમારેલા કેપ્સિકમ, સમારેલા ટામેટાં અને સમારેલી ડુંગળી ઉમેરવાની છે.

  2. 2

    ત્યારબાદ તેમાં મરી પાઉડર, રેડ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ચાટ મસાલો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાનું છે અને બધુ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  3. 3

    હવે તેમાં ખમણેલું ચીઝ ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે જેથી આપણું સ્ટફિંગ તૈયાર થઈ જશે.

  4. 4

    સેન્ડવીચ બનાવવા માટેની બ્રેડ ની સ્લાઇસ લઈ તેમાં એક તરફ ગ્રીન ચટણી લગાવવાની છે તેના ઉપર તૈયાર કરેલું સ્ટફિંગ પાથરી તેના પર બ્રેડની બીજી સ્લાઇસ ઉંધી મૂકી તેના પર સોલ્ટેડ બટર લગાવવાનું છે.

  5. 5

    સેન્ડવીચ ગ્રીલ કરવા માટે મુકવાની છે. જેથી વેજ. ગ્રીલ સેન્ડવીચ તૈયાર થઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Foram Mankad
પર

Similar Recipes