દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Darshna Adenwala
Darshna Adenwala @Darshnaa_01
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપતુવેરની દાળ
  2. 1/2 કપઘઉંનો લોટ
  3. ૨ ચમચીચણાનો લોટ
  4. 1 નંગટામેટુ
  5. 1 નંગલીલું મરચું
  6. ૧ નંગનાનો કટકો આદુ
  7. 2 ચમચીતેલ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ચપટીહળદર
  10. ચપટીહિંગ
  11. 1 ચમચીશીંગદાણા
  12. 1 ચમચીરાઈ જીરું મેથી
  13. બેથી ત્રણ લવિંગ
  14. કોથમીર
  15. 2 ચમચીગોળ
  16. લીંબુનો રસ
  17. 1/2 ચમચીલાલ મરચું
  18. ચપટીઅજમો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુવેરની દાળને ધોઈ સાફ કરી બાફી લેવી દાળ બફાઈ જાય એટલે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરો

  2. 2

    પછી ટામેટું લીલું મરચું આદુ ઉમેરી ઉકળવા મૂકવું શીંગદાણા અને ગોળ મેળવો

  3. 3

    હવે ઘઉં અને ચણાનો લોટ લઇ તેમાં બે એક ચમચી તેલ મીઠું હળદર લાલ મરચું ધાણાજીરું અને અજમો ઉમેરી જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધો

  4. 4

    હવે તેમાંથી રોટલી વણી તેના પીસ કરવા ત્યારબાદ તેને દાળમાં ઉમેરી ઉકળવા દેવું

  5. 5

    બરાબર ઉકળી ને ચડી જાય એટલે વઘારીયા માં તેલ ગરમ કરી રાઈ જીરુ મેથી લવિંગ અને હિંગનો વઘાર કરી દાળઢોકળી માં ઉમેરી દેવું

  6. 6

    છેલ્લે લીંબુનો રસ અને કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Darshna Adenwala
Darshna Adenwala @Darshnaa_01
પર

ટિપ્પણીઓ

Similar Recipes