રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામછીણેલુ પનીર
  2. 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  3. 1 કપઝીણું સમારેલુ ફલાવર
  4. 1 નંગસમારેલા કેપ્સીકમ
  5. 2 નંગસમારેલા ટામેટા
  6. 1 કપબાફેલા વટાણા
  7. 1ટી.સ્પૂન. હળદર
  8. 1ટી. સ્પૂન. લાલ મરચું પાઉડર
  9. 1ટી. સ્પૂન. ધાણા જીરું પાઉડર
  10. 1ટી.સ્પૂન. કિચનકીગ મસાલો
  11. 1ટી. સ્પૂન. ગરમ મસાલો
  12. 1ટી.સ્પૂન. કસુરી મેથી
  13. 2 ટી.સ્પૂનમલાઇ
  14. 2-3 ટી.સ્પૂનબટર
  15. 1 ટી.સ્પૂનતેલ
  16. 1/4ટી.સ્પૂન. લીંબુ નો રસ
  17. મીઠું સ્વાદ મુજબ
  18. 1/4 કપપાણી
  19. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પેનમાં 1 ચમચીતેલ અને એક ટી.સ્પૂન બટર મુકી તેમાં જીરું નાંખી સાતડવુ. હવે ઝીણી સમારેલી ડુંગળી અને ફલાવર ઉમેરી ત્રણ થી ચાર મિનિટ સુધી સાંતળવું. તેમાં આદુ મરચાં ની પેસ્ટ, લસણની પેસ્ટ અને કેપ્સીકમ ઉમેરી સાંતડી લેવું.

  2. 2

    ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા ઉમેરી મીઠું નાંખી ટામેટા ગળી જાય ત્યા સુધી સાંતડી મેશ કરી લેવું. હવે તેમાં બધા મસાલા ઉમેરી મિક્સ કરી તેમાં લીલા ધાણા ઉમેરી એક કપ બાફેલા વટાણા ઉમેરવું.

  3. 3

    ત્યારબાદ તેમાં 3/4 કપ પાણી ઉમેરી મિક્સ કરી તેમાં મીઠું નાખી તેલ છૂટું પડે ત્યા સુધી થવા દેવું હવે તેમાં કીમ અથવા મલાઈ ઉમેરી મિક્સ કરી છીણેલુ પનીર ઉમેરી બટર નાંખી મિક્સ કરી એક થી બે મિનિટ સુધી થવા દેવું. હવે તેલ છુટું પડે એટલે તેમાં લીંબુ નો રસ ઉમેરી લીલા ધાણા નાખી બ્રેડ સાથે સર્વ કરવું.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Ila Naik
Ila Naik @cook_20451370
પર

Similar Recipes