પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25થી 30 મિનિટ
ચાર લોકો માટે
  1. 250 ગ્રામપનીર
  2. ૧ કપએકદમ ઝીણી સમારેલી ડુંગળી
  3. ૧ કપઝીણા સમારેલા ટામેટા
  4. 1કેપ્સિકમ સમારેલુ
  5. 1 મોટી ચમચીક્રશ કરેલા આદુ મરચાં
  6. 2 મોટી ચમચીતેલ
  7. 1 ચમચીઘી
  8. 1 ચમચીજીરૂ
  9. 1 ચમચીહળદર
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  12. 1 ચમચીપંજાબી ગરમ મસાલો
  13. કોથમીર
  14. 1 મોટી ચમચીમલાઈ
  15. 2 મોટી ચમચીબાફેલા વટાણા

રાંધવાની સૂચનાઓ

25થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ અને ઘી લઇ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો

  2. 2

    પછી તેમાં આદુ મરચા લસણ સાંતળો અને પછી તેમાં ડુંગળી નાખી મીઠું નાખી ડુંગળીને એની કચાસ દૂર થાય ત્યાં સુધી સાંતળવી

  3. 3

    પછી તેની અંદર કેપ્સિકમ નાખી સાંતળવું કેપ્સીકમ સંતાઈ જાય એટલે તેની અંદર ટામેટા નાખી સાંતળવા

  4. 4

    પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું મરચું હળદર ધાણાજીરૂ ગરમ મસાલો અને થોડું પાણી નાખી ઢાંકીને તેલ અને ઘી છૂટું પડે ત્યાં સુધી કુક કરવું

  5. 5

    પછી તેની અંદર બાફેલા વટાણા અને છીણેલું પનીર નાખી મિક્સ કરવું

  6. 6

    પછી તેની અંદર એક ચમચી મલાઈ નાંખી ફરીથી તેલ અને ઘી છૂટું પડે ત્યાં સુધી રાખો

  7. 7

    પછી છેલ્લે તેના કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes