મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#TRO
#cookpadgujarati
#cookpadindia
#cookpad
મેં આજે ઇન્ડિયન ટેસ્ટના દેશી મસાલા પાસ્તા બનાવ્યા છે. આ પાસ્તા બનાવવા માટે ઇન્ડિયન મસાલા અને થોડા ઇટાલિયન મસાલાનો પણ ઉપયોગ કર્યો છે. આ પાસ્તા નો દેશી ઇન્ડિયન ટેસ્ટ નાના-મોટા સૌને ભાવી જાય તેવો બને છે. આ પાસ્તા ને બાળકોના લંચ બોક્સમાં કે મોટા ના ટિફિન બોક્સમાં કે પછી પાર્ટી સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય છે.

મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)

#TRO
#cookpadgujarati
#cookpadindia
#cookpad
મેં આજે ઇન્ડિયન ટેસ્ટના દેશી મસાલા પાસ્તા બનાવ્યા છે. આ પાસ્તા બનાવવા માટે ઇન્ડિયન મસાલા અને થોડા ઇટાલિયન મસાલાનો પણ ઉપયોગ કર્યો છે. આ પાસ્તા નો દેશી ઇન્ડિયન ટેસ્ટ નાના-મોટા સૌને ભાવી જાય તેવો બને છે. આ પાસ્તા ને બાળકોના લંચ બોક્સમાં કે મોટા ના ટિફિન બોક્સમાં કે પછી પાર્ટી સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 સર્વિંગ માટે
  1. 2 કપસ્પાઇરલ પાસ્તા
  2. પાણી જરૂરિયાત મુજબ
  3. 1 Tspમીઠું
  4. 1 Tbspઓલીવ ઓઈલ
  5. 1 Tbspબટર
  6. 1 Tbspખમણેલું લસણ
  7. 1 Tspસમારેલા મરચા
  8. 1/2 કપસમારેલી ડુંગળી
  9. 1 Tbspલાલ મરચું પાઉડર
  10. 1/2 Tspહળદર
  11. 1/2 કપટામેટાંની પ્યુરી
  12. 1/4 કપસમારેલા ગાજર
  13. 1/4 કપસમારેલા કેપ્સિકમ
  14. 1/4 કપમકાઈના દાણા
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. 2 Tbspટોમેટો સોસ
  17. 1 Tspમિક્સ હર્બ
  18. 1/2 Tspરેડ ચીલી ફ્લેક્સ
  19. 1 Tbspધાણાજીરૂ
  20. 1/2 Tspગરમ મસાલો
  21. 1/4 કપખમણેલું ચીઝ
  22. ગાર્નિશિંગ માટે લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક મોટા વાસણમાં પાણી ઉકાળવા મૂકી તેમાં સ્પાઇરલ પાસ્તા અને મીઠું ઉમેરી તેને બરાબર રીતે બાફી લેવાના છે. ગરમ પાણી માંથી આ પાસ્તા ને કાઢી તેના પર ઠંડુ પાણી રેડી પાસ્તાને પાણી નિતારવા માટે રાખવાના છે.

  2. 2

    એક કડાઈમાં ઓલીવ ઓઇલ અને બટરને ગરમ કરી તેમાં લસણ, સમારેલા લીલા મરચા અને સમારેલી ડુંગળી ઉમેરવાની છે.

  3. 3

    બરાબર રીતે સાતડી તેમાં લાલ મરચું પાઉડર અને હળદર ઉમેરી તેને પણ બરાબર રીતે મિક્સ કરી લેવાની છે.

  4. 4

    ટમેટાની પ્યુરી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી ત્રણ થી ચાર મિનિટ માટે કૂક થવા દેવાની છે.

  5. 5

    સમારેલા ગાજર, કેપ્સિકમ અને મકાઈના દાણા ઉમેરવાના છે.

  6. 6

    બધું બરાબર રીતે મિક્સ કરી ઢાંકીને ત્રણ થી ચાર મિનિટ માટે કૂક થવા દેવાનું છે.

  7. 7

    હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, ધાણાજીરૂ, ગરમ મસાલો, રેડ ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ અને ટોમેટો સોસ ઉમેરવાના છે.

  8. 8

    બધુ બરાબર રીતે મિક્સ કરી તેમાં ખમણેલું ચીઝ અને બાફીને તૈયાર કરેલા પાસ્તા ઉમેરવાના છે.

  9. 9

    તૈયાર કરેલી પ્યુરી સાથે આ પાસ્તા જેન્ટલી મિક્સ કરવાના છે મિક્સ કરતી વખતે પાસ્તા તૂટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે.

  10. 10

    જેથી મસાલા પાસ્તા સર્વ કરવા માટે તૈયાર થઈ જશે.

  11. 11

    લીલા ધાણા વડે ગાર્નીશ કરી આ પાસ્તા ને ગરમાગરમ સર્વ કરી શકાય.

  12. 12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes