સ્પીનચ પાસ્તા (Spinach Pasta Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
શેર કરો

ઘટકો

૩૦:૦૦
૫ લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ પાસ્તા
  2. 1ઝૂંડી પાલક
  3. 1 વાટકીબાફેલી મકાઈના દાણા
  4. 1 નંગઝીણા સુધારેલ કેપ્સીકમ
  5. 1 નંગલાંબી સુધારેલી ડુંગળી
  6. 1 નંગ ગાજર ઝીણું સુધારેલું
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1/2 ચમચીચીલી ફ્લેક્સ અને ઓરેગાનો
  9. 1/2 ચમચી મરીનો ભૂકો
  10. તેલ સાંતળવા માટે
  11. 1 ચમચી જીરૂ
  12. 1 વાટકી દૂધ
  13. 2 ચમચીમેંદો
  14. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૩૦:૦૦
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો. ત્યારબાદ એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં મેંદો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. દૂધ ઉમેરતા જાવ. તને ઘટ થાય ત્યાં સુધી હલાવો.

  2. 2

    ઘટ થાય પછી તેમાં મીઠું અને મરી નાખી હલાવો. ત્યારબાદ પાલકને મિક્સરમાં ક્રશ કરો.

  3. 3

    ત્યારબાદ એક કડાઈમાં પાણી ઉકાળી તેમાં પાસ્તા બાફવા મૂકો. ત્યારબાદ તેને ચારણીમાં કાઢી ઠંડા કરો. પાલકની પેસ્ટ રેડી થઈ પછી તેમાં બે ચમચી ઘરની ફ્રેશ મલાઈ નાખો. આ પાલકની પેસ્ટને મેંદા વાળા મિશ્રણમાં નાખો. અને હલાવતા જાવ.

  4. 4

    ત્યારબાદ બીજી કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું મૂકી તેમાં બધા શાક સાંતળો. ત્યારબાદ થોડી વાર પછી તેમાં મકાઈના દાણા નાખો.

  5. 5

    શાક સંતળાઈ પછી તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું મરી નાખી હલાવતા રહો.

  6. 6

    ત્યારબાદ પાલક વાળા મિશ્રણમાં બાફેલા પાસ્તા નાખો. ત્યારબાદ તેમાં શાક નાખો. હલાવતા રહો.

  7. 7

    થોડી થોડી વાર હલાવી બધો મસાલો એકરસ કરો. તો રેડી છે બધાના મનપસંદ એવા સ્પીનેચ પાસ્તા. ટેસ્ટી અને હેલ્ધી છે. સર્વ કરતી વખતે તેમાં ઉપરથી ચીઝ ખમણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

ટિપ્પણીઓ

Similar Recipes