મેથી મટર મલાઈ સબ્જી (Methi Matar Malai Sabji Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2 કપમેથી ની ભાજી સમારેલી
  2. 1 કપલીલા વટાણા બાફેલા
  3. 2 ચમચીઘી (ટોટલ)
  4. 2 ચમચીતેલ (ટોટલ)
  5. 1/2 ચમચીજીરૂ
  6. 1તમાલપત્ર
  7. 2લવિંગ
  8. 1 ટુકડોતજ
  9. 2ઇલાયચી
  10. 2 નંગડુંગળી
  11. 5-6કળી લસણ
  12. 1 ટુકડોઆદુ
  13. 2લીલા મરચા
  14. 9-10કાજુ પલાળેલા
  15. 1 ચમચીમગજતરી ના બી
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. 1 ચમચીકસુરી મેથી
  18. 1 ચમચીકિચન કિંગ મસાલો
  19. 1/2 કપફ્રેશ મલાઈ
  20. કોથમીર સમારેલી જરૂર મુજબ
  21. 1 ચમચીગાર્નિશ માટે - લસણ,મરચું પાઉડર વાળુ ગરમ તેલ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા ઘટકો તૈયાર કરી લેવા.હવે એક પેન માં 1 ચમચી ઘી ગરમ કરી મેથી ની ભાજી અને મીઠું ઉમેરો.તેને સાંતળી ને નરમ પડે એટલે પ્લેટ માં કાઢી ને સાઈડ માં રાખવી.

  2. 2

    હવે એજ પેન માં 1 ચમચી તેલ ગરમ કરી જીરું ક્રેક થાય એટલે બધા ખડા મસાલા ઉમેરી ડુંગળી ને સાંતળો.હવે તેમાં આદુ મરચા લસણ ઉમેરી સાંતળો.કાજુ અને મગજતરી પાણી સહિત ઉમેરી દો.તેમાં મીઠું ઉમેરી 2-3 મિનિટ ઢાંકી ને ચડવા દેવું.પછી ઉતારી ઠંડુ પડે એટલે તેની ગ્રેવી કરી લેવી.ગ્રાઇન્ડ કરતા પહેલા ખડા મસાલા કાઢી લેવા.

  3. 3

    હવે ફરી એ જ પેન માં 1 ચમચી ઘી અને 1 ચમચી તેલ ગરમ કરી પહેલા કાઢી લીધેલા ખડા મસાલા ફરી ઉમેરી તૈયાર કરેલી વ્હાઈટ ગ્રેવી પણ ઉમેરી દો.

  4. 4

    ગ્રેવી ઘટ્ટ થાય એટલે તેમાં સાંતળેલા મેથી ની ભાજી અને બાફેલા વટાણા ઉમેરી દેવા.½ કપ ગરમ પાણી ઉમેરી 2 મિનિટ પછી કસુરી મેથી અને કિચન કિંગ મસાલો,જરૂર લાગે તો મીઠું ઉમેરી દેવું.અને ઢાંકી ને 3 મિનિટ ચડવા દેવું.

  5. 5

    હવે તેમાં ઘરની પ્લેન કરેલી ફ્રેશ મલાઈ ઉમેરી મિક્સ કરી ને તરત જ ઉતારી લેવું.સર્વ કરતા પહેલા તેમા લસણ મરચું વાળા તેલ નો વઘાર થી ગાર્નિશ કરવું.

  6. 6

    તૈયાર છે મેથી મટર મલાઈ સબ્જી.તેને સર્વ કર્યું છે.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes