ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ઘી
  2. ૨૫૦ ગ્રામ માવો
  3. ૫૦૦ ગ્રામ ખાંડ
  4. ૧૦૦ ગ્રામ શીગોડાનો લોટ
  5. ૨૫ ગ્રામ બદામ
  6. ૨૫ ગ્રામ કાજુના ટુકડા
  7. ૨૫ ગ્રામ ચારોળી
  8. ૨૫ ગ્રામ પિસ્તા
  9. ૫૦ ગ્રામ મગજતરી
  10. ૨૫ ગ્રામ ખારેક
  11. ૫૦ ગ્રામ ખજૂર
  12. ૨૫ ગ્રામ કમળકાકડી
  13. ૧૦ ગ્રામ ગંઠોડા
  14. ૧૦ ગ્રામ સફેદ મરી
  15. ૧૦ ગ્રામ બત્રીસુ
  16. ૧૦ ગ્રામ સૂઢ
  17. ૫ ગ્રામઇલાયચી
  18. ૫ ગ્રામજાયફળ
  19. ૫ ગ્રામજાવંત્રી
  20. ૫ ગ્રામપીપર
  21. ૫ ગ્રામસફેદ મૂસળી
  22. ૫ ગ્રામકાપી મૂસળી
  23. ૫ ગ્રામપંજાબી સાલમ
  24. ૨૫ ગ્રામ ખસખસ
  25. ૧ કપદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક જાડા તડીયાવાળી કડાઈ મા ૨ ચમચી ઘી મૂકો,૨૫૦ ગ્રામ ધીમાથી જ ૨ ચમચી લે જો હવે બધાજ ડાયફુટનો મીકસરમા ભૂકો કરી આમા નાખી દો અને ૨ મિનિટ સુધી શેકો.

  2. 2

    હવે શીગોડાનો લોટ નાખી શેકો,સુગંધ આવે ત્યા સુધી ઘી ઓછુ લાગે તો ૨ ચમચી નાખતા રહેજો.

  3. 3

    હવે માવો નાખીને ૨ મિનિટ શેકો,મીડીયમ ગેસ જ રાખજો. હવે ખજૂર મીકસરમા ક્રશ કરીને નાખોહવે દૂધ અને ખાંડ નાખી બરાબર મીકસ કરી ૨ મીનીટ શેકો

  4. 4

    હવે બધાજ શુકા મસાલા મીકસરમા ક્રશ કરી નાખી દો,૨ ચમચી ઘી નાખતા રહેજો ૫ થી ૧૦ મીનીટ સુધી આ મિશ્રણ શેકો,ઘી છુટુ પડે ત્યા સુધી અંદર ચલેથો ઊભો રહે ત્યા સુધી શેકો.

  5. 5

    હવે બીજીબાજુ થાળીમા ઘી લગાવી દો,પછી આ મિશ્રણ થાળીમા પાથરી લો અને ૫ થી ૭ કલાક રહેવા દહીં, પછી મીડીયમ સાઈઝના ચોરસ ટુકડા કરી ડબ્બા મા ભરી લો તો હવે સાલમપાક તૈયાર છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (4)

દ્વારા લખાયેલ

sneha desai
sneha desai @cook_040971
પર
સુરત
i love cooking...
વધુ વાંચો

Similar Recipes