મેથી પાક (Methi Paak Recipe In Gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071

#VR

શેર કરો

ઘટકો

  1. ૧ કિલોઅડદનો લોટ
  2. ૫૦૦ ગ્રામ ચણાનો લોટ
  3. ૨૫૦ ગ્રામ શિંગોડા નો લોટ
  4. ૫૦ ગ્રામ બત્રિસુ
  5. ૫૦૦ ગ્રામ મેથી નો પાઉડર
  6. ૫૦૦ ગ્રામ સૂકા કોપરાની છીણ
  7. ૫૦ ગ્રામ મગજતરીના બી પાઉડર કરી લો
  8. ૧૦૦ ગ્રામ પિસ્તા પીસેલા
  9. ૧૦૦ ગ્રામ બદામ પાઉડર કરી લેવો
  10. દોઢ કિલો ખાંડ દળેલી
  11. ૨ કિલોગ્રામઘી
  12. પાયો કરવા માટે
  13. ૧૫૦ ગ્રામ ડાલડા ઘી
  14. ૫૦૦ ગ્રામ ગોળ
  15. ગાર્નીશ માટે
  16. બદામ પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આ બધી સામગ્રીને ચારણી ની મદદથી અલગ અલગ ચાળી લેવી પછી મગજતરીના બી પીસી તેની સાથે બદામ પિસ્તા પણ પીસી લેવા, સૂકા કોપરાને છીણી ની મદદથી છીણી લેવું, એક કઢાઈ લઈ તેને ગેસ પર મૂકી તેમાં ૬૦૦ ગ્રામ ઘી લેવું અને ગેસ ચાલુ કરવો ગેસની ફ્લેમ મીડીયમ રાખવી ઘી ગરમ થાય એટલે તેમાં અડદનો લોટ ઉમેરી ગેસ ધીમો રાખી સતત હલાવતા રહી લોટ ગુલાબી રંગનો થાય ત્યાં સુધી થવા દેવો તેમાં ૩૫ થી ૪૦ મિનિટ નો સમય લાગે છે

  2. 2

    લોટ શેકાઈ જાય એટલે તેને ઠંડો પાડવા માટે એક મોટા વાસણમાં કાઢી લેવો ત્યારબાદ ઘી મૂકી ચણાનો લોટ ગુલાબી થાય ત્યાં સુધી શેકી લેવો તેને અડદના લોટની સાથે મિક્સ કરી ઠંડો થવા દેવો હવે ૨૦૦ ગ્રામ ઘી લઈ શિંગોડા નો લોટ ડાર્ક કલરનો થાય ત્યાં સુધી સતત હલાવતા રહી ૨૦ મિનિટનો સમય લાગે અને ઘી અલગ પડે ત્યાં સુધી શેકો અને આ લોટ ને પેલા બંને લોટ સાથે મિક્સ કરી લો ઠંડો કરવા માટે

  3. 3

    ત્યાર પછી બત્રીસૂ ને મગજતરીના બી પણ હલાવતા રહી શેકી લેવું અને પેલા લોટ સાથે મિક્સ કરી દેવું હવે ૧૦૦ ગ્રામ જેવું ઘી મૂકી અંદર સુક્કા કોપરાનું છીણ ઉમેરી બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી હલાવતા રહી શકી લેવું તેને આ બધા લોટ સાથે મિક્સ કરી દેવું હવે ગેસ બંધ કરી ગરમ કઢાઈ માં મેથી પાઉડર ઉમેરી થોડી ગરમ થાય એટલે તેને પણ બધા લોટ સાથે મિક્સ કરી હલાવતા રહેવું

  4. 4

    એક કઢાઈ માં,૧૫૦ ગ્રામ ડાલડા ઘી લેવું ગેસ ચાલુ કરવો ગેસની ફ્લેમ મીડીયમ રાખવી ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ ઉમેરો બંને બરાબર મિક્સ થાય અને ગોળમાં ફૂગરી ફૂટવા લાગે એટલે આ ગોળને પેલા બધા લોટમાં મિક્સ કરી લેવું બધું સરસ મિક્સ થઈ જાય ને મિશ્રણ ઠંડુ પડે હાથ લગાવાય તેવું ઠંડુ એટલે તેમાં દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરી લેવું હવે આ મિશ્રણ માંથી થોડું મિશ્રણ લઈ થાળીમાં હાથની મદદ વડે બરાબર પાથરી લેવું

  5. 5

    થાળી ઠોકી ઠોકી ઉપર ઘી દેખાય તેવું લીસુ થવા દેવું હવે તેની ઉપર બદામ પિસ્તા ભભરાવી વાટકી ની મદદથી તેને દબાવી દેવા હવે મિશ્રણ થાળીમાં થોડું ઠરી જાય એટલે તેમાં કાપા પાડી લેવા આ મેથીપાક બરાબર ઠરી જાય એટલે સવારે તે બધા ટુકડાને ધીરે ધીરે થાળીમાંથી કાઢી ડબ્બામાં ભરી લેવા અને રોજ સવારે ખાવા આ મેથીપાક ખુબ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં હેલ્ધી છે તો તૈયાર છે મેથીપાક સર્વ કરવા માટે

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર

ટિપ્પણીઓ

Similar Recipes