સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 250ગ્રામ શીંગોળા નો લોટ
  2. 250ગ્રામ માવો
  3. 1 કપઘી
  4. 2 કપદૂધ
  5. 1+1/2 કપ બૂરું ખાંડ
  6. 1/2 કપખજૂર
  7. 2-3અંજીર
  8. 1/2 કપકાજુ
  9. 1/2 કપબદામ
  10. 2 tspપિસ્તા ની કતરણ (આખા પણ લઈ શકો)
  11. 1/2 tspસુંઠ પાઉડર
  12. 1/2 tspજાવન્ત્રિ પાઉડર
  13. 1/2 tspકાળા મરી પાઉડર
  14. 1/2 tspસફેદ મરી પાઉડર
  15. 1/2 tspઈલાઇચી પાઉડર
  16. 1/2 tspજાયફળ પાઉડર
  17. 1/2 tspપીપર પાઉડર
  18. 1/2 tspગંથોળા પાઉડર
  19. 1/2 tspગોખરુ પાઉડર
  20. 1/2 tspઅશ્વગન્ધા પાઉડર
  21. 1/2 tspસફેદ મુસળી પાઉડર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    અંજીર ને 10 મિનિટ માટે દૂધ માં પલાળી લો. હવે ખજૂર,અંજીર ની પેસ્ટ બનાવો.કાજુ,બદામ,પિસ્તા ને ચોપ્ કરો.પેન માં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરો.

  2. 2

    ઘી ગરમ થાય એટલે કાજુ,બદામ, પિસ્તા ને એડ કરી શેકી લો.હવે તેમાં 2 ચમચી ઘી એડ કરો. તેમાં શીંગોળા નો લોટ એડ કરો.

  3. 3

    તેને ધીમી આન્ચ ઉપર શેકી લો. હવે તેમાં ફરીથી 2 ચમચી ઘી એડ કરો.

  4. 4

    હવે તેમાં માવો એડ કરી મિક્સ કરો.માવો થોડો શેકાઇ જાય ત્યારે તેમાં ખજૂર,અંજીર ની પેસ્ટ, બૂરું ખાંડ એડ કરી મિક્સ કરો.તેને સતત હલાવતા રહો.

  5. 5

    હવે તેમાં દૂધ એડ કરી મિક્સ કરો.બધા મસાલા એડ કરો.

  6. 6

    હવે મિશ્રણ ઘટ્ટ થાય પેન માંથી ઘી છુંટુ પડે એટલે રેડી છે.તેને ઘી થી ગ્રીસ કરેલી પ્લેટ માં કાઢી ને એક સરખું પાથરી લો.ઉપર પિસ્તા ની કતરણ એડ કરો.તેને 7-8 કલાક માટે સેટ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes