જાદરિયું (Jadariyu recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#JWC4
#cookpad_gujarati
જાદરિયું એ ઘઉં ના પોંક થી બનતું સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ગુજરાતી વ્યંજન છે. દાદી- નાની ના સમય નું આ વ્યંજન હવે વિસરાતી વાનગી ની શ્રેણી માં આવે છે. જ્યારે તાજા ઘઉં નો પોંક મળતો હોય ત્યારે જાદરિયું ખૂબ બને છે. લીલા ચણા/જીંજરા નું પણ જાદરિયું બનાવી શકાય. જો કે ઘઉં નો પોંક સર્વત્ર ગુજરાત માં નથી મળતો. સૌરાષ્ટ્ર- કાઠિયાવાડ વિસ્તાર માં ઘઉં નો પોંક સહેલાઇ થી મળી જાય છે. ઘઉં ના પોંક ને સુકવી, સેકી ને લોટ કરી ને જાદરિયું બને છે, જો કે સીઝન માં ઘઉં ના પોંક નો લોટ બજાર માં મળતો હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 250 ગ્રામઘઉં નો પોંક
  2. 1/2 કપગોળ
  3. 1/4 કપઘી
  4. 1/4 કપદૂધ (આશરે)
  5. 1ચમચો બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ઘઉં ના પોંક ને સુકવી લો, પછી જરૂર લાગે તો થોડા કોરા સેકી, ગ્રાઇન્ડ કરી લોટ તૈયાર કરી લો.

  2. 2

    દૂધ માં 2 ચમચી દૂધ ઉમેરી લોટ ને ધાબો દહીં 10-15 મિનિટ ઢાંક રાખો.

  3. 3

    એક વાસણ માં ઘી ગરમ મુકો અને ગોળ ઉમેરો. ગોળ ઓગળી ને પરપોટા થવા લાગે ત્યાં સુધી રાખો..

  4. 4

    ગોળ ઓગળે ત્યાં સુધી, ધાબો દીધેલા લોટ ને હાથ થી છુટ્ટો કરી લો. જરૂર લાગે તો ચાળી પણ શકાય. પછી ગોળ માં લોટ ઉમેરો.

  5. 5

    સરખું ભેળવી, બદામ ની કતરણ ઉમેરી, આંચ બંધ કરો અને મિશ્રણ ને થાળી માં ઢાળી લો. થોડું ગરમ હોય ત્યારે કાપા કરી લેવા.

  6. 6

    ઠંડુ થાય એટલે જાદરિયા ના ટુકડા કરી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Similar Recipes