દાડમ દાણા મસાલા છોલે જૈન (Pomegranate Masala Chickpeas Jain Recipe In Gujarati)

#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#BW
#POMEGRANATE
#WEEK2
#CHHOLE
#SPICY
#CHATAKEDAR
#MASALA
#Punjabi
#COOKPADINDIA
#COOKPADGUJRATI
સામાન્ય રીતે કાબુલી ચણા 12 મહિના બધાના ત્યાં બનતા જ હોય છે. શિયાળાના સમયે ખૂબ જ સરસ પાકા દાડમ આવે છે. અને આ દાડમ ના દાણા નો ઉપયોગ કરીને હું શિયાળામાં છોલે ચણાની ગ્રેવી તૈયાર કરું છું. આ રીતે છોલે બનાવવાથી તે સ્વાદમાં સરસ લાગે છે. છોલે ચણા એક એવી વાનગી છે જે પંજાબી વાનગીમાં સૌથી પ્રખ્યાત ડીશ છે જે દુનિયાભરના દરેક મોટાભાગના દેશમાં તેના મેનુમાં સ્થાન પામેલ છે. પીંડીવાલે છોલે, અમૃતસર છોલે, મસાલા છોલે વગેરે નામથી મેનુમાં સામેલ હોય છે. આ વાનગી ઘણા બધા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ટ્રેડિશનલી તેને દેશી ઘીમાં વધારવામાં આવે છે તેલમાં વઘારી છેલ્લે ઉપરથી દેશી ઘી ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત આ વાનગી દરેક રેસ્ટોરન્ટની સાથે સાથે ફૂડ સ્ટોલ કે રેકડી ઉપર પણ તેનું સ્થાન ધરાવે છે.
દાડમ દાણા મસાલા છોલે જૈન (Pomegranate Masala Chickpeas Jain Recipe In Gujarati)
#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#BW
#POMEGRANATE
#WEEK2
#CHHOLE
#SPICY
#CHATAKEDAR
#MASALA
#Punjabi
#COOKPADINDIA
#COOKPADGUJRATI
સામાન્ય રીતે કાબુલી ચણા 12 મહિના બધાના ત્યાં બનતા જ હોય છે. શિયાળાના સમયે ખૂબ જ સરસ પાકા દાડમ આવે છે. અને આ દાડમ ના દાણા નો ઉપયોગ કરીને હું શિયાળામાં છોલે ચણાની ગ્રેવી તૈયાર કરું છું. આ રીતે છોલે બનાવવાથી તે સ્વાદમાં સરસ લાગે છે. છોલે ચણા એક એવી વાનગી છે જે પંજાબી વાનગીમાં સૌથી પ્રખ્યાત ડીશ છે જે દુનિયાભરના દરેક મોટાભાગના દેશમાં તેના મેનુમાં સ્થાન પામેલ છે. પીંડીવાલે છોલે, અમૃતસર છોલે, મસાલા છોલે વગેરે નામથી મેનુમાં સામેલ હોય છે. આ વાનગી ઘણા બધા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ટ્રેડિશનલી તેને દેશી ઘીમાં વધારવામાં આવે છે તેલમાં વઘારી છેલ્લે ઉપરથી દેશી ઘી ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત આ વાનગી દરેક રેસ્ટોરન્ટની સાથે સાથે ફૂડ સ્ટોલ કે રેકડી ઉપર પણ તેનું સ્થાન ધરાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કાબુલી ચણા ને બે થી ત્રણ વખત ધોઈને ચપટી મીઠું નાખી ગરમ પાણીમાં સાતથી આઠ કલાક માટે પલાળી રાખો. પછી તેનો દાણો ફાટે તે રીતે પ્રેશર કુકરમાં તેને સાતથી આઠ વિસલ થી બાફી લો. બધા મસાલા ને એક બાઉલમાં લઈ 1/2 કપ પાણી ઉમેરી તેની પેસ્ટ તૈયાર કરી લો.
- 2
જીરુ અને દાડમના દાણાને તેનો કલર બદલાઈને એકદમ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ધીમા તાપે નોનસ્ટિક પેનમાં કોરાજ શેકી લો. પછી તેમાં તૈયાર કરેલી મસાલાની પેસ્ટ ઉમેરી મિક્સર જારમાં લઈ તેની સ્મૂધ પ્યુરી તૈયાર કરી લો.
- 3
એક કડાઈમાં ઘીનો વઘાર મૂકી તેમાં જીરું ઉમેરી છીણેલી દૂધી ઉમેરી તે બ્રાઉન કલરની થાય તે ત્યાં સુધી તેને સાંતળો પછી તેમાં છીણેલા ટામેટા ઉમેરી સાંતળો. તૈયાર કરેલી મસાલા અને દાડમના દાણા ની પેસ્ટ તેમાં ઉમેરી ઘી છૂટું પડે ત્યાં સુધી બધું સાંતળો.
- 4
હવે તેમાં બે કપ પાણી અને બાફેલા કાબુલી ચણા ઉમેરી બધું એકરસ થાય ત્યાં સુધી પાંચ થી સાત મિનિટ માટે ઉકાળી લો છેલ્લે તેમાં ઝીણી સમારેલી કોથમીર અને કસૂરી મેથી ઉમેરી ગેસ બંધ કરી દો.
- 5
તૈયાર દાડમ દાણા કાબુલી ચણા ને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી તળેલા મરચા મૂકો અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લો.
- 6
તૈયાર દાડમ દાણા મસાલા છોલે ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નીમોના જૈન (Nimona Jain Recipe In Gujarati)
#JWC3#lilavatana#Peas#Sabji#dinner#lunch#ઉત્તપ્રદેશ#kachakela#winter#ઝટપટ#Spicy#traditional#COOKPADINDIA#COOKPADGUJRATI નીમોનાએ ઉત્તર પ્રદેશ ની એક પરંપરાગત વાનગી છે. આ વાનગી શિયાળામાં તાજા મળતા વટાણા થી બનાવવામાં આવે છે તે સુકા મસાલા અને લીલા મસાલા બંને ઉમેરીને તૈયાર કરવામાં આવે છે જે સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ અને તીખી હોય છે. જેને પરાઠા, રોટી કે રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે વટાણાને ક્રશ કરી તેની જ ગ્રેવી તૈયાર કરી એક અલગ પ્રકારનું શાક આ બનાવવામાં આવે છે. શિયાળમાં મળતા તાજા વટાણા થી બનતી આ વાનગી સ્વાદમાં ખરેખર સરસ લાગે છે. Shweta Shah -
છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#WEEK6#CHICKPEAS#COOKPADGUJ#COOKPADINDIA જ્યારે કાબુલી ચણા ની વાત આવે ત્યારે ભારત માં સૌથી વધુ જે વાનગી માં તેનો ઉપયોગ થાય છે એ અમૃતસરી છોલે યાદ આવી જાય. અહીં મેં રેસ્ટોરાં જેવા જ સ્વાદ નાં છોલે તૈયાર કરેલ છે. ચણા ને બાફી એ ત્યારે તેમાં મેં ઘરે સુકવેલા અનારદાણા ઉમેરીયા છે જેનાં કારણે છોલે ચણા નો રંગ અને સ્વાદ એકદમ પરફેક્ટ આવે છે. Shweta Shah -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubવસંત ગરમ મસાલા નો ઉપયોગ કરી ને મે અહીંયા છોલે ચણા મસાલા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ બન્યા છે Pinal Patel -
મસાલા કળથી (Masala Kalathi recipe in Gujarati)(Jain)
#FF1#nofried#jain#kalathi#Fam#CookpadIndia#COOKPADGUJRATI કહેવત છે ને કે 'આહાર એ જ ઔષધ'.આજે હું તમારી સમક્ષ મારા દાદી એક રેસિપી લઈને આવી છું. આ રેસિપી મારા દાદી બનાવતા હતા અને તેમની પાસેથી જ હું આ રેસિપી શીખી છું તે સ્વાદમાં તો એકદમ સ્વાદિષ્ટ છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ ઉપયોગી છે. મારા દાદી મૂળ કાઠિયાવાડના હતા અને કાઠિયાવાડમાં આજથી 50 60 વર્ષ પહેલા કળથીનો ભરપૂર માત્રામાં ઉપયોગ થતો હતો આજે આ કઠોળ વિસરાઈ જવાની શ્રેણીને આવી ગયું છે. આજે પણ મારે કળથી જોઈતી હોય ત્યારે મારે કાઠીયાવાડથી જ મંગાવી પડે છે. હવે રોજિંદા આહારમાં તે લુપ્ત થતી જોવા મળી રહી છે. પરંતુ જો એક વખત તમે તેના ફાયદા જાણશો તો ચોક્કસથી તમારા ભોજનમાં નિયમિત રીતે તેનો સમાવેશ કરશો. શાકાહારી લોકો માટે કળથી એ શ્રેષ્ઠ પ્રોટીન સ્ત્રોત છે. આ ઉપરાંત તેમાં ફાઈબર, વિટામીન, ખનીજો ખૂબ સારી માત્રા રહેલી હોય છે જેના યોગ્ય સેવનથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. 1/2માં વિટામિન એક ખૂબ જ સારા પ્રમાણમાં રહેલું છે જે પથરી થતી રોકવામાં મદદરૂપ છે આ ઉપરાંત કળથીને પથરીનાશક તરીકે પણ ઓળખવામાં આવે છે કિડની અને પિતાશયમાં રહેલી પથરીને દૂર કરવા માટે તે ફાયદાકારક ઔષધિ છે નિયમિત કળથીના સેવનથી આ પથરીને તૂટી જાય છે અને તેનો નિકાલ થઈ જાય છે. વાત અને કફ ની શરીરમાં પ્રકૃતિ હોય તો તેમાં પણ કળથી ખૂબ ઉપયોગી છે, કારણ કે તેની તાસીર ગરમ છે છતાં તે સરળતાથી પચી પણ જાય છે. આ ઉપરાંત ડાયાબિટીસ માં ગ્લુકોઝ નું પ્રમાણ કંટ્રોલમાં કરવા માટે ફાયદાકારક છે. તથા તેમાં સારા પ્રમાણમાં ફાઈબર રહેલું હોય છે જે કબજિયાત દૂર કરવામાં તથા વજન ઘટાડવામાં ખૂબ ફાયદાકારક નીવડે છે. Shweta Shah -
પંજાબી સ્ટાઇલ સેવ ટામેટા સબ્જી જૈન (Punjabi Style Sev Tomato Sabji Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#Sabji#Sev-Tomato#lunch#dinner#COOKPADINDIA#CookpadGujrati સેવ ટામેટાનું શાક ભારત નાં જુદા જુદા રાજ્યો માં પ્રખ્યાત છે. જે ગુજરાત ,રાજસ્થાન ,મધ્યપ્રદેશ ,પંજાબ એમ અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પદ્ધતિથી બનાવવામાં આવે છે. પંજાબમાં સેવ ટામેટાનું શાક બનાવવામાં આવે છે તે દેશી ઘીમાં બનાવવામાં આવે છે. આ ઉપરાંત તેમાં મલાઈ તથા કસૂરી મેથી પણ ઉમેરવામાં આવે છે. આથી સ્વાદમાં તે બીજા પ્રાંતના સેવ ટામેટા ના શાક કરતાં ઘણું અલગ હોય છે. Shweta Shah -
જૈન પંજાબી છોલે(jain punjabi chole recipe in Gujarati)
છોલે બધાને ભાવતું હોય છે નાના બાળકોથી માંડી મોટા વ્યક્તિને આપણે કિટ્ટી પાર્ટીઓમાં છોલે હોય બર્થડે પાર્ટીમાં છોલે હવે અને તેમાં પણ લસણ ડુંગળી આદુ કોઈપણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર એકદમ ઓથેન્ટિક ફેટ આવે એવી રીતે પંજાબી છોલે બનાવ્યા છે કલર પણ એનો બહાર રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે#પોસ્ટ૪૮#વિકમીલ૪#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1#જુલાઈ Khushboo Vora -
ઉંબાડિયું જૈન (Ubadiyu Jain Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR5#WEEK5#UBADIYU#VALSAD#HIGHWAY_FOOD#TRADITIONAL#CLAYPOT#COOKPADINDIA#COOKPADGUJRATI ઉંબાડિયું એ દક્ષિણ ગુજરાત ના વલસાડ હાઇવે પરના ખેતરોમાં કે વાડીયોમાં બનતું એક પારંપરાગત ભોજન છે. જે શિયાળામાં મળતા વિશિષ્ટ વાલ પાપડી તથા અન્ય શાકમાં લીલો મસાલો ઉમેરી માટીના વાસણમાં તૈયાર કરવામાં આવતી વાનગી છે. આ વાનગી ખૂબ જ હેલ્ધી છે. પારંપરિક રીતે ખેતરમાં ખાડો કરી માટલામાં તૈયાર શાકનું મિશ્રણ ભરીને તેને સીલ કરી આજુબાજુ ગરમી કરીને પાણી વગર જ આ વાનગી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ત્યાં કલારની ભાજી નો ફ્લેવર માટે ઉપયોગ કરવામાં આવે છે. આ ભાજીના પાન માટલામાં ગોઠવી પછી બધું શાક મૂકવામાં આવે છે, અને ઉપર ફરીથી આ ભાજી મૂકીને માટલાને બંધ કરી દેવામાં આવે છે. પરંતુ અહીં અમદાવાદમાં આ પ્રકારની ભાજી મળતી નથી આથી મેં કોબીજના પાન ,આ ઉપરાંત તેમાં લગભગ તેવી જ ફ્લેવર આવે તે માટે ડાળખા સાથે ના કોથમીર, ફુદીના અને અજમાના પાનનો ઉપયોગ કર્યો છે. આ રીતે બનાવવાથી પણ ખુબ જ સરસ ફ્લેવર આવી જાય છે આ વાનગી બનાવવામાં લીલા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે. Shweta Shah -
છોલે પનીર
#મિલ્કી#goldenapron3#Week8આ વિક માં મે ચણા શબ્દ નો ઉપયોગ કરીને છોલે પનીર બનાવ્યું છે. Parul Patel -
વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#AWADHI#MATKA#BIRYANI#DINNER#WINTER#BW#VEGETABLE#RICE#CLAYPOT#COOKPADINDIA#COOKPADGUJRATI અવધ વાનગીઓએ ઘણા બધા ખડા મસાલા તથા કોરા મસાલા ઉમેરી ધીમા તાપે પરંપરાગત રીતે પકવવામાં આવતી વાનગીઓ છે. અહીં મેં અવધ બિરયાની તૈયાર કરેલ છે જે માટીના હાંડલામાં રાંધેલાં ભાત અને શાક નાં લેયર કરી તેને સીલ કરીને ધીમા તાપે પરંપરાગત રીતે પકવીને તૈયાર કરેલ છે. જેની સાથે ઘણા બધા શિયાળાના મળતા તાજા શાકભાજીનો ઉપયોગ કરેલ છે. શિયાળાના ખુશનુમા વાતાવરણમાં ઘણા બધા શાકભાજી અને તેજાના સાથે બનાવેલી આ બિરયાની ખાવાની ખૂબ જ મજા આવે છે. તેની સાથે મેં અહીં બુંદી રાયતા અને પાપડ સર્વ કરેલ છે. Shweta Shah -
મસાલા કાચા કેળા જૈન (Masala Kacha Kela Jain Recipe In Gujarati)
#MRમસાલા કાચા કેળા ખીચડી સાથે રોટલી સાથે થેપલા સાથે સરસ લાગે છે Jyoti Shah -
છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
#PRજૈન છોલે ચણા મસાલા, લસણ ડુંગળી વિના પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, Pinal Patel -
જૈન છોલે
#જૈન છોલે તમે ડુંગળી, લસણ વિના વિચારી જ ન શકો. પણ આ રીતે બનાવશો તોય એટલાજ ટેસ્ટી બનશે.. Tejal Vijay Thakkar -
છોલે
#ફેવરેટમૂળ પંજાબ ની વાનગી એવા છોલે ભતુરે, છોલે પુરી એ મારા ઘર માં પણ પ્રિય છે. રવિવાર અથવા રજા ના દિવસે ભોજન માં છોલે પુરી અને તળેલા પાપડ હોય એટલે બીજું કાંઈ ન જોઈએ. વળી સામાન્ય રીતે હું છોલે ડુંગળી લસણ વગર ના બનાવું છું. એ જ રીત અહીં પ્રસ્તુત કરું છું. Deepa Rupani -
છોલે મસાલા (Chole masala recipe in Gujarati)
#GA4#Week6#Chickpeas#Chole masalaછોલે મસાલા ને ચણા મસાલા તરીકે પણ ઓળખવા માં આવે છે. સફેદ સુકા ચણા થી આ વાનગી બનાવવામાં આવે છે. તેમાં ડુંગળી, લસણ, ટામેટાં અને ગરમ મસાલો ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી ડિશ બને છે. ચણામાં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે તેથી તેને એક હેલ્ધી ડિશ પણ કહી શકાય. છોલે મસાલા સામાન્ય રીતે પૂરી, રોટી, પરાઠા, ભતુરે અને રાઈસ ની સાથે સર્વ કરવામાં આવે છે. તેનો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. મેં આજે અહીંયા જૈન છોલે મસાલા બનાવ્યા છે. Asmita Rupani -
પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
ખૂબજ મશહુર પંજાબી વાનગીઓ જેવી કે,વિવિધ પંજાબી પુલાવ,બિરયાની,કોફ્તા કરી, જે ભારતના દરેક વિસ્તારમાં અનોખી વાનગી એટલે પંજાબી ચટાકેદાર વાનગી ગણાય છે..તેમાંથી મેં આજે પંજાબી છોલે મસાલા રેડી કરેલ છે..😋😋#MW2#શાક અને કરીઝ ચેલેનજ#પંજાબી છોલે મસાલા 😋😋 Vaishali Thaker -
પંજાબી છોલે મસાલા (punjabi chole masala recipe in gujarati)
આ વીક ની મારી ૩જી પોસ્ટ છે..પંજાબી છોલે મસાલા. Tejal Rathod Vaja -
પંજાબી છોલે (Punjabi Chole Recipe in Gujarati)
#MW2#Panjabi_chhole#CookpadIndia#COOKPADGUJRATI છોલે ચણા એ પંજાબ પ્રાંત સાથે જોડાયેલા છે. એ પંજાબ ની ઓળખ છે. જે પૂરી, ભટુરે , કુલચા કે જીરા રાઈસ સાથે સર્વ કરી શકાય છે. માં વઘારેલા અને તેમાં અનારદાના નો ઉપયોગ કરી ને મેં એકદમ ફ્લેવર્સ ફુલ પંજાબી છોલે મસાલા તૈયાર કરેલ છે. Shweta Shah -
પિંડી છોલે (Pindi Chhole Recipe In Gujarati)
ચણા મસાલાઉત્તર ભારતમાં સૌથી વધારે પ્રચલિત છે તેને છોલે મસાલા કે છોલે સબ્જી કે પિંડી છોલે ભી કહેવામાં આવે છે મુખ્યત્વે પંજાબ ભારતની અંદર ખવાય છે Kunjal Sompura -
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
#GA4 #Week6છોલે(chickpea)માત્ર ભારતમાં જ નહિ વિશ્વ આખામાં જે જે દેશોમાં ભારતીય લોકો રહે છે, ત્યાં છોલે ખુબ પ્રખ્યાત વાનગી ગણાય છે. સામાન્ય રીતે લોકો છોલે બનાવવામાં ડુંગળી, લસણ અને મસાલાનો જ ઉપયોગ કરતા હોય છે. પરંતુ આજે આપણે અહિયાં ડુંગળી, લસણનો ઉપયોગ કર્યા વગર જ ટેસ્ટી છોલે બનાવીશું. આમ તો છોલે સાથે પૂરી ખાવામાં આવે છે. પણ જો તમને તળેલું ન ખાવું હોય તો તમે રોટલી કે પરોઠા સાથે પણ આને ખાઈ શકો છો. Chhatbarshweta -
અમૃતસરી છોલે મસાલા (Amritsari chhole masala recipe in Gujarati)
છોલે નું નામ સાંભળતા જ ઘણા ના મોંમાં પાણી આવી જાય છે. છોલે મસાલા કાબુલી ચણા માંથી બનતી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે બ્રેકફાસ્ટ, લંચ અથવા ડિનર કોઈપણ સમયે ખાઈ શકાય. ઘણીવાર ઘરના છોલે માં બહારના છોલે મસાલા જેવી મજા નથી આવતી. અહીંયા મેં જે રેસિપી શેર કરી છે એ બહારના છોલે મસાલા થી પણ ખુબ જ સ્વાદિષ્ટ બને છે.#MW2 spicequeen -
છોલે ચણા
#goldenapron3 week 8 અહીં મેં ચણા નો ઉપયોગ કરીને છોલે ચણા બનાવ્યા છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. khushi -
છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#Week6મેં અહીંયા છોલે બનાવ્યા છે જે તમે પરાઠા સાથે કે ભટુરે સાથે પણ ખાઈ શકો છો . Ankita Solanki -
સ્મોકી કાજુ મસાલા કરી જૈન (Smokey Kaju Masala Curry Jain Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek3 કાજુ માં કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને ઝીંક હોય છે, તેમાં ફેટી એસિડ પણ હોય છે જે કોલેસ્ટ્રોલ અને ઓછો કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત કેલ્સિયમ પણ સારા પ્રમાણમાં હોય છે જે હાડકાને મજબૂત કરવા માટે ઉપયોગી રહે છે. પંજાબી સબ્જી માં કાજુ ની સબ્જી બે પ્રકાર ના સ્વાદની બને છે. એક કાજુ મસાલા કરી જે તીખી હોય છે જ્યારે ખોયા કાજુ એ ગળી સબ્જી હોય છે અહીં કાજુ મસાલા કરીને કોલસાનો ધુમાડો આપીને સ્મોકી ફ્લેવર વાળી તૈયાર કરેલ છે. જે સ્વાદમાં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ છે આ રીતે બનાવવા થી સબ્જી એકદમ બહાર જેવી જ લાગે છે તો તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરો છો. અહીં મેં તેની સાથે પરાઠા, છાશ, સૂપ, પાપડ ,અથાણું અને કેરી સર્વ કરેલ છે. Shweta Shah -
ચીઝ છોલે મસાલા
છોલે ચણા પરોઠા સાથે ખાવા ની બહું મજા પડે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો અને "ચીઝ છોલે મસાલા " ખાવા ની મજા માણો.#ઇબુક#Day22 Urvashi Mehta -
છોલે (chole Recipe in Gujarati)
#MW2#Cookpedછોલે ભટુરે પંજાબ ની ફેમસ વાનગી છે છોલે બનાવવામાં કાબુલી ચણા નો ઉપયોગ કરવામાં આવે છે કે નાના મોટા ને બઘા ને ભાવતા છોલે ભટુરે ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
દાડમના દાણા ની સુકવણી (Dry Pomegranate Seeds Rcipe In Gujarati)
#KS5#COOKPADGUJRATI#COOKPADINDIA શિયાળામાં જ્યારે ખૂબ ઠંડી પડે ત્યારે એકદમ રસાવાળા અને ભરાવદાર દાણાવાડા દાડમ મળતા હોય ત્યારે તેના દાણા ની સુકવણી કરીએ અને આખા વર્ષ માટે તેને સ્ટોર કરી શકાય છે આ ચૂકવણીના દાણાનો ઉપયોગ હું રેસ્ટોરન્ટ સ્ટાઇલ છોલે બનાવવા માટે કરું છું છોલે બાફવામાં તેની સાથે આ ચૂકવણીના દાડમના દાણા ઉમેરવામાં આવે તો છોલે નો રંગ ખૂબ જ સરસ આ થાય છે તથા સ્વાદમાં પણ ખુબ જ સરસ બને છે. Shweta Shah -
રો બનાના અને દાડમ નું રાઇતું (Raw Banana Pomegranate Raita Recipe In Gujarati)
#cookpad Gujarati.# રો બનાના દાડમ નુ રાઇતું.રાયતુ નવી આઈટમ છે કે જે કોઈપણ વસ્તુ જમવાની સાથે ટેસ્ટ માં વધારો કરે છે. આજે નવા ટેસ્ટ raw banana અને દાડમ નુ રાયતુ બનાવ્યુ છે જે ટેસ્ટ માં બેસ્ટ છે. Jyoti Shah -
અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)
#supersછોલે એક પંજાબી વાનગી છે. જ્યારે પણ પંજાબી રસોઈ ની વાત આવે એટલે છોલે નો ઉલ્લેખ થાય છે. પણ એ ગુજરાતીઓના પણ મનપસંદ બન્યા છે. છોલે ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. મેં પણ થોડું અલગ કરીને સરળ રીતે બનાવવાની ટ્રાય કરી છે. Hemaxi Patel -
સમોસા વિથ છોલે ચાટ (Samosa with Chhole Chat recipe in Gujarati) (Jain)
#FFC6#week6#Samosa_chat#Chat#Chhole#kabulichana#kacha_kela#vatana#CookpadIndia#COOKPADGUJRATI ભારતે વિવિધતામાં એકતા વાળો છે. જ્યાં જુદા જુદા પ્રાંતમાં જુદી-જુદી વાનગીઓ બનતી હોય છે. અને આ વાનગી ઓ નો બીજા પ્રાંતોમાં સરળતાથી સ્વીકાર થતો હોય છે. આવી જ ઉત્તર ભારતની એક વાનગી સમોસા વિથ છોલે ચાટ મોટાભાગના દરેક રાજ્યમાં ચાટ ના મેનુમાં સ્થાન પામેલ છે. કોઈ પણ પ્રકારની ચાટ એકદમ ચટાકેદાર વાનગી હોય છે. તેમાં વિવિધ પ્રકારની ચટણી, જુદા જુદા નમકીન, સલાડ અને ચાટ મસાલો ઉમેરી એકદમ ચપટી બનાવવામાં આવે છે. આ એક એવી વાનગી છે જે એક ડીશ ખાઈએ તો પણ પેટ ભરાઈ જાય છે અને જલ્દી થી ભૂખ લાગતી નથી. Shweta Shah -
શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati)
#EB#Week11#Shahipaneer#RC3#red#paneer#Punjabi#CookpadIndia#COOKPADGUJRATI પનીરને વિવિધ પ્રકારની ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે અહીં મેં કાજુ બદામ મગજતરીના બી વગેરેનો ઉપયોગ ગ્રેવી બનાવવા કર્યો છે અને સબ્જી ને એક રિચ ફ્લેવર આપી છે. આ સાથે ટામેટાનો ઉપયોગ કરીને સ્મુથ રેડ ગ્રેવી તૈયાર કરી છે.અહીં મેં તેની સાથે સૂપ, રોટી અને છાશ કરેલ છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (18)