શેર કરો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  1. બિરયાની બનાવવાં માટે:
  2. 1 કપબાસમતી ચોખા
  3. 2 નંગલવિંગ
  4. 2ટુકડાં તજ
  5. 1 નંગતમાલપત્ર
  6. 2 નંગઆખા મરી
  7. 1 ટુકડાજાવંત્રી
  8. 1 નંગઈલાયચી
  9. 1/2 ચમચીમીઠું
  10. બિરયાની ની વઘારવા માટે:
  11. 1 ચમચીબટર
  12. 1 ચમચીતેલ
  13. 1 નંગઝીણું સમારેલું લીલું મરચું
  14. 1/2 કપ ઝીણા સમારેલા ટામેટા અને કેપ્સિકમ
  15. 2 ચમચીતળેલા કાજુ
  16. 1 ચમચીબિરયાની મસાલો
  17. ચપટીમરી પાઉડર
  18. 1/4 ચમચી ધાણાજીરું પાઉડર
  19. 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર
  20. ચમચીઝીણી સમારેલી કોથમીર
  21. 1/4 ચમચી હળદર પાઉડર
  22. 2 ચમચીજીરૂ
  23. 1/4 ચમચી હિંગ
  24. મીઠું સ્વાદ અનુસાર
  25. બિરયાની માટેની સબ્જી બનાવવા માટે:
  26. 4લાલ મોટા ટામેટા
  27. 1 ચમચીકિચન કિંગ મસાલો
  28. 2 કપબ્લાન્ચ કરેલા શાકભાજી (ફુલાવર, બ્રોકલી, વટાણા, ફણસી, મકાઈ)
  29. 1/4 કપ ઝીણા સમારેલા લાલ પીળા કેપ્સિકમ
  30. 1/2 ચમચો ઘી તેલ મિક્સ
  31. 1/2 ચમચી મરચું પાઉડર
  32. 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  33. 1/4 ચમચી હળદર પાઉડર
  34. મીઠું સ્વાદ અનુસાર
  35. ચપટીકસુરી મેથી
  36. 1 ચમચીતાજી મલાઈ
  37. ચપટીચાટ મસાલો
  38. 3ચીઝ ક્યુબ
  39. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાસમતી ચોખાને 20 મિનિટ માટે પલાળી રાખો. બીજી તરફ પાણી નું આંધણ ઉકળવા મૂકી, તેમાં ખાડા મસાલા ઉમેરો. પાણી અને થોડું ચપટી મીઠું ઉમેરો. પાણી ઉકળવા મળે એટલે તેમાં ચોખા ઉમેરી તે 80% જેવા બફાઈ જાય તે રીતે તેને કુક કરી લો અને ચારણીમાં નિતારી તેને ઠંડા થવા દો.

  2. 2

    એક કડાઈમાં તેલ અને બટર મિક્સ લઈ તેમાં કાજુ તળીને કાઢી લો. પછી તેમાં જીરું લીલા મરચાં અને કેપ્સીકમ ઉમેરી બે મિનિટ માટે સાંતળો. હવે તેમાં બાકીના પુરા મસાલા અને કોથમીર ઉમેરી એક મિનિટ માટે સાંતળો.

  3. 3

    હવે તેમાં રાંધેલો ભાત ઉમેરી હળવા હાથે મિક્સ કરી લો અને છેલ્લે તેમાં તળેલા કાજુ ઉમેરી ભેળવી દો.

  4. 4

    ચપટી ખાંડ અને મીઠું નાખી શાકભાજી બ્લાંચ કરી લો. ટામેટાને ધોઈ કોરા કરી ઉપર તેલ લગાવી શેકી લો અને પછી તેની છાલ કાઢી તેને ક્રશ કરી તેની પ્યુરી તૈયાર કરી લો.

  5. 5

    એક કડાઈમાં તેલ ઘીનો વઘાર મૂકી તેમાં તૈયાર કરેલ પ્યુરી ઉમેરી સાંતળો પછી તેમાં એક ચીઝ ક્યુબ ના ઝીણા ટુકડા તથા બધા પેપર ઉમેરી ત્રણ થી ચાર મિનિટ સાંતળી બ્લાંચ કરેલા શાકભાજી ઉમેરો.

  6. 6

    હવે તેમાં બાકીના કોરા મસાલા કસૂરી મેથી અને મલાઈ ઉમેરી 3 થી 4 મિનિટ ધીમા તાપે બધું એકરસ થાય ત્યાં સુધી કુક કરો.

  7. 7

    હવે એક મટકીમાં તૈયાર કરેલ ગરમાગરમ સબ્જી 1/3 માં ભરી લો. 3/4 ભાગમાં ગરમાગરમ બિરયાની ભરી લો.

  8. 8

    મટકીમાં છેક ઉપર સુધી બિરયાની ભરી ઉપરથી છીણેલું ચીઝ ભભરાવો ઉપર ચપટી ચાટ મસાલો ભભરાવો અને ઝીણી સમારેલી કોથમીર તથા તળેલા કાજુ ભભરાવો. ગરમા ગરમ મટકા બિરયાની ને મેં સર્વ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes