શેર કરો

ઘટકો

  1. ૨ કપપલાળેલા સફેદ વટાણા
  2. બટાકા
  3. ૩ સમારેલાલીલા મરચા
  4. તેલ
  5. ૧ ચમચોકોથમીર
  6. ૧ ચમચીલાલ મરચાં ની ભૂકી
  7. ૧ ચમચીહળદર
  8. સ્વાદ મુજબ મીઠું
  9. ૧ ચમચોવાટેલા આદુ
  10. જરૂર મુજબલિલી ચટણી
  11. મીઠી ચટણી
  12. લાલ લસણ ચટણી
  13. સેવ
  14. કાંદા
  15. ૨ ચમચાવાટેલા ટમેટા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેટીસ માટે-૩-૪ બાફેલા બટાકા માં મીઠું, લીલું મરચું, વાટેલા આદુ, કોથમીર ને ૨ ચમચા મકાઈ નો લોટ ભેળવી ને પેટીસ વાળી લો.

  2. 2

    એક તાવી માં તેલ ચોપડી ને પેટીસ શેકવા મુકો. બંને બાજુ સોનેરી થાય ત્યાં સુધી શેકી લો.

  3. 3

    રગડો બનાવા માટે-સફેદ વટાણા ને ધોઈ ને ૮-૧૦ કલાક માટે પલાળી લો

  4. 4

    તેને પછી નિતારી ને નવા ૧ કપ પાણી ને મીઠું નાખી તેમાં બાફી લેવા.

  5. 5

    તેલ ગરમ મૂકી તેમાં કાંદા ને હિંગ ને ૨ મિનિટ સાંતળી લો. પછી તેમાં વાટેલા ટમેટા ઉમેરી ને ૩-૫ મિનિટ સાંતળી લો. હવે તેમાં લાલ મરચાં ની ભૂકી, મીઠું ને લસણ ની ચટણી ઉમેરો.

  6. 6

    તેલ છૂટું પડે ત્યાં સુધી બધું સાંતળી લેવું. પછી તેમાં બાફેલા વટાણા ને ૧ કપ પાણી ઉમેરી ને ઉકાળો

  7. 7

    રગડો તૈયાર છે

  8. 8

    એક પ્લેટ માં પેટીસ મુકો. તેનું ઉપર રગડો રેડો ને તેની ઉપર લાલ ચટણી, લિલી ચટણી, મીઠી ચટણી કાંદા ને સેવ ભભરાવી ને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajeshree Shah (Homechef), Gujarat
પર
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.

ટિપ્પણીઓ

Similar Recipes