ઉપવાસ સ્પેશિયલ કંદ ના બેકડ દહીં વડા (ડાયેટ રેસીપી)

Alka Joshi
Alka Joshi @cook_15749638

હેલો ફ્રેન્ડઝ, આજ દહીં ની રેસીપી કોનટેસ્ટ મા એક એવી વાનગી લાવી છુ જે જનરલી આપણે તળી ને બનાવીએ છીએ અને અને બટાટા નો ઉપયોગ કરીને આ વાનગી બનાવતા હોય છે, પરંતુ આજ હું આ કંદ નો ઉપયોગ કરીને અને તેને એરફ્રાયર મા બનાવતા શીખવાડીશ જેથી તે ડાયેટ કરતા લોકો પણ કેલેરી ની ચિંતા કર્યા વગર ખાઈ શકશે.
ફરાળી કંદ ના બેકડ દહીં વડા સ્વાદ મા ખુબ અપ્રિતમ લાગે છે અને તેને બનાવવા પણ ખુબ જ સરળ છે તો ચાલો આજ આ હેલ્ધી કંદ ના બેકડ દહીં વડા કેવી રીતે બને તે નોંધી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મીનીટ
3 વ્યક્તિ
  1. 500 ગ્રામકંદ
  2. 1કપા શેકેલા સિંગદાણા નો અધકચરો ભૂકો
  3. 1 કપપલાળેલા સાબુદાણા
  4. 1 ટેબલસ્પૂનલીલા મરચાં અને આદુ ની પેસ્ટ
  5. 1 કપબારીક સમારેલી કોથમીર
  6. 1 ટેબલસ્પૂનઆમચૂર પાવડર
  7. 1 ટેબલસ્પૂનમરી નો પાવડર
  8. 1 ટેબલસ્પૂનજીરૂ
  9. સ્વાદ અનુસાર મીઠું
  10. 500 ગ્રામમોળુ દહીં
  11. 1/2શેકેલા સિંગદાણા
  12. 2-3 ટેબલસ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

35 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ કંદ ને 3-4 વખત ધોઇ લો જેથી તેમા રહેલી માટી નીકળી જાય, ત્યારબાદ તેની છાલ ઉતારી લો અને તેના મોટા ટુકડા કરીને લો અને તેને કુકર મા એક ડબા મા મુકી ને 4-5 સીટી વગાડી લો અને તેને બાફી લો

  2. 2

    ત્યાર બાદ બાફેલા કંદ નો માવો તૈયાર કરી લો તેમા, શીંગદાણા નો અધકચરો ભૂકો, સાબુદાણા, મરી, જીરૂ, મીઠુ, કોથમીર, અને આમચૂર પાવડર ઉમેરી ને તેને બરાબર મિક્સ કરી લો

  3. 3

    ત્યાર બાદ એર ફ્રાયર ને 200 ડીગ્રી તાપમાન પર પ્રીહીટ કરવા માટે મુકી દો, અને તૈયાર કરેલા મિશ્રણ માથી નાના નાના ગોળા વાળી ને વડા તૈયાર કરી લો.

  4. 4

    ત્યાર બાદ પ્રીહીટ કરેલા એરફ્રાયર મા વડા ને સેટ કરી લો ને તેના ઉપર બ્રશ થી તેલ લગાવીને ને 15-20 મિનીટ સુધી બેક કરી લો

  5. 5

    ઉપર થી ગુલાબી રંગના થઈ જાય એટલે તેને બહાર કાઢી લો અને તેમા બાકી ના વડા પણ એવી જ રીતે બેક કરી લો

  6. 6

    ત્યાર બાદ એક સરવીંગ બાઉલ મા વડા ને સેટ કરી લો અને તેના પર વલોવેલુ મોળુ દહી રેડો, મરી, જીરુ, કોથમીર અને સિંગદાણા થી ગારનીશ કરી ને સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alka Joshi
Alka Joshi @cook_15749638
પર

Similar Recipes