પીળાં ખલેલાં (ખારેક)નો ફરાળી હલવો

Pooja Bhumbhani
Pooja Bhumbhani @cook_16923965
Botad, Gujarat

#ગુજરાતી #VN

આ હલવો એકદમ ટેસ્ટી બને છે.. આ ફરાળી હલવો છે અને માત્ર 5 જ સામગ્રીમાંથી બની જાય છે. તો આને જરૂર ટ્રાય કરજો..
*નોંધ ---ખલેલાંનો હલવો બનાવો ત્યારે ખલેલાંને ચાખી લેજો.. ખાંડનું માપ તે કેટલાં ગળ્યા છે એની ઉપર નિર્ભર કરે છે. એટલે ખાંડ ધ્યાનથી ઉમેરવી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
3વ્યક્તિ
  1. 200 ગ્રામપીળાં ખલેલાં
  2. 100 ગ્રામખાંડ
  3. 100 ગ્રામદૂધ (1વાટકી)
  4. 50 ગ્રામઘી
  5. 2 ચમચીકાજુ
  6. 2 ચમચીબદામ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    ખલેલાંને પાણીથી ધોઈને સાફ કરી ડીટીયા અને ઠળિયા કાઢી નાખો.. બે ભાગમાં કટ કરીને મિક્સર જારમાં અધકચરા પીસી લો..

  2. 2

    હવે કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ખલેલાંના પીસેલાં ભૂકો નાખીને થોડી વાર માટે સેકી લો.. ત્યારબાદ દૂધ ઉમેરો.. દૂધ બળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહો. હવે દૂધ બળી જાય પછી ખાંડ ઉમેરો.. ખાંડ ઓગળે ત્યાં સુધી મિક્સ કરતા રહો. ત્યારબાદ તેમાં ડ્રાય ફ્રૂટ ઉમેરો.. હવે હલવો બિલકુલ તૈયાર છે.. તેને ઠારીને સર્વ કરો.. ઉપરથી ડ્રાય ફ્રૂટ નાખી દો. તેને ફ્રિજમાં ઠંડો કરીને પણ ખાઈ શકાય છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Bhumbhani
Pooja Bhumbhani @cook_16923965
પર
Botad, Gujarat
My Recipe Youtube Channel :: Pooja Ki Desi Gujarati Recipe 👍
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes