Dudhi dhokli nu shak

Kajal Mehta
Kajal Mehta @cook_17744020
શેર કરો

ઘટકો

  1. દૂધી ઢોકળી નું શાક*
  2. દુધી ઢોકળી નુ શાક એક કાઠિયાવાડી વાનગી છે. અહીં આપણે ઢોકળી માં દૂધી ઉમેરીશું જેથી આ વાનગી ઢોકળી ના શાક ની ટ્રેડિશનલ વાનગી થી જુદી પડે છે અને તેમાં વધારાનો સ્વાદ પણ ઉમેરાય છે
  3. ઢોકળી માટે સામગ્રી :
  4. 1 કપદૂધી ગ્રેટ કરેલી
  5. 1 ગ્રામબેસન લોટ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ચપટીહળદર પાવડર
  8. 1/2 ચમચીલાલ મરચું પાવડર
  9. 1 ચમચીઅજમો
  10. 1 ચમચીકોથમીર સમારેલ
  11. ચપટીઈનો સોડા
  12. 1 1/2(દોઢ) કપ પાણી
  13. કરી માટે સામગ્રી :
  14. 1 ટેબલ સ્પૂનતેલ
  15. 3-4મીઠાં લીમડા ના પાંદડા
  16. 1 ટી સ્પૂનજીરું
  17. 1/2 ટી સ્પૂનરાઈ
  18. ચપટીહિંગ
  19. 1 ટી સ્પૂનઆદુ લસણ પેસ્ટ
  20. 1ટોમેટો સમારેલ
  21. મીઠું સ્વદાનુસાર
  22. 1/2 ચમચીગરમ મસાલા
  23. 1/2 ચમચીલાલ મરચું પાવડર
  24. 1 ચમચીબેસન લોટ
  25. 1 કપછાશ
  26. રીત :
  27. પ્રથમ આપણે ઢોકળી બનાવશું. એક બાઉલમાં ગ્રેટ કરેલી દૂધી, ધાણા, બેસન લોટ, મીઠું, લાલ મરચું પાવડર, હળદર પાવડર, અજમો અને જીરું લઈ બરાબર મિક્સ કરો
  28. તેમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરો. આ બનાવેલ બેટર મા ચપટી ઈનો સોડા નાખી બરાબર મિક્સ કરો
  29. 1સ્ટીમર મા પાણી નાખી તેને પ્રિહિટ માટે મૂકો
  30. 1ઢોક્લા પ્લેટ ને ગ્રીસ કરો. ઢોકળી ના બેટર ને પ્લેટ માં પાથરી 10-15 મિનિટ સ્ટીમ કરો
  31. પછી સ્ટીમરમાંથી કાઢી તેને ઠંડુ થવા દો. એકવાર તે ઠંડુ થઈ જાય પછી નાના ટુકડાઓ માં કાપી લો
  32. હવે એક તવા પર તેલ લગાવી ઢોકળી ને શેલો ફ્રાય કરી લો
  33. હવે આપણે કઢી બનાવીશું. એક મિક્સીંગ્ બાઉલમા 1 કપ છાશ માં 1 ટેબલ સ્પૂન બેસન ઉમેરી મિક્સ કરો
  34. મધ્યમ ફલેમ્ પર એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, જીરું, હિંગ નાખી થોડી વાર હલાવો. પછી તેમાં આદુ-લસણ પેસ્ટ અને મીઠાં લીમડા ના પાંદડા ઉમેરો. લગભગ એક મિનિટ માટે હલાવો
  35. સમારેલ ટામેટાં ઉમેરો અને તેને નરમ બને ત્યાં સુધી રાંધો
  36. એકવાર તે સોફ્ટ અને મેશી બની જાય પછી તેમાં બેસન અને છાશ નું મિશ્રણ, મીઠું, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો ઉમેરો
  37. બધું મિક્સ કરો અને કઢી ને ઉકાળો, આમાં 2 થી 3 મિનિટ લાગી શકે છે
  38. 2-3મિનિટ પછી ઢોકળી ઉમેરો, 3-4 મિનિટ કુક કરો
  39. ઉપર થી સમારેલ ધાણા છાંટી ગરમા ગરમ સર્વ કરો

રાંધવાની સૂચનાઓ

  1. 1
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Mehta
Kajal Mehta @cook_17744020
પર

Similar Recipes