તલધારી લાપસી

asharamparia
asharamparia @Asharamparia

# કુકર
#India post 4
#goldenapron
6th week recipe
મિત્રો ..આજના ફાસ્ટ ફુડ ના યુગ માં આપણી કેટલીક વાનગી ઓ વિસરાઈ ના જાય એ જવાબદારી પણ આપણા સૌ ની છે બરાબર ને? એટલા માટે આજે એક એવી રેસીપી લઇને આવી છું જે નાના-મોટા બઘા ને પસંદ પડશે. સૌરાષ્ટ્ર ની દેશી વાનગી કહીં શકાય એવી અને નાના બાળકો ને પણ પચવા માં સરળ રહે એવી, હિમોગ્લોબિન થી ભરપૂર એવી આ વાનગી નું નામ છે "તલધારી લાપસી " જે ઘઉં ના બાટ ની રેસીપી થી ખૂબ નજીક છે. આ વાનગી પીસ પાડીને સર્વ કરવામાં આવે છે જયારે બાટ લચકા
ના ફોમ માં બાઉલમાં સર્વ કરવામાં આવે છે. કુકર માં ઝડપથી બની જતી એવી આ વાનગી મારા મમ્મી એ મને શીખડાવેલી જેને અહીં બધાં મિત્રો સમક્ષ રજુ કરવા નો મને ખૂબ આનંદ છે.

તલધારી લાપસી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી ઘઉં ના ફાડા
  2. 3-4 મોટી ચમચીશુદ્ધ ઘી અથવા વઘારે
  3. 5 કપપાણી
  4. 1વાટકી દેશી ગોળ
  5. 1 ચમચીઇલાયચી પાવડર
  6. 2 ચમચીખસખસ
  7. 2 ચમચીલીલી વરિયાળી
  8. 2 ચમચીબદામ ની કતરણ
  9. 1 ચમચીસુકા ટોપરા નું છીણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કુકરમાં ઘી ગરમ કરવા મુકવું ઘી ગરમ થાય એટલે તેમાં ઘઉં ના ફાડા ઉમેરી બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળવા. ફાડા શેકાય ગયા પછી સ્વાદપ્રમાણે દેશી અથવા તો રેગ્યુલર ગોળ ઉમેરી 5 વાટકી પાણી (જે વાટકી ના માપ થી ફાડા લઇએ એ જ વાટકી ના માપ પ્રમાણે પાણી લેવા નું જેથી ફાડા બફાઈ જાય.તેમ છતાં જરુર લાગે તો પાછળ થી પાણી ઉમેરી મિક્સ કરી લેવું.) ઉમેરી કુકર બંધ કરી 4 થી 5 વ્હીસલ લઈ ગેસ ઓફ કરવો.

  2. 2

    કુકર ઠંડુ પડે એટલે લાપસી માં ઇલાયચી પાવડર, ટોપરા નું બુરુ કે છીણ ઉમેરી ને સરસ મિક્સ કરી લેવું.

  3. 3

    ત્યાર બાદ ઘી થી ગ્રીસ કરેલી થાળી માં તૈયાર લાપસી પાથરી દેવી ઉપર થી બદામ ની કતરણ, ખસખસ, લીલી વરિયાળી ઉમેરી ગાર્નીસીંગ કરવું અને ઠંડુ પડે એટલે મનગમતાં પીસ માં કટ કરી પ્લેટ માં સર્વ કરવી.

  4. 4

    તો મિત્રો કુકર માં ખૂબ જ ઝડપથી બનતી આ ટ્રેડીશનલ વાનગી તમે પણ જરુર થી ટ્રાય કરજો ચોકકસ ઘર ના બઘા ને પસંદ આવશે. તેમજ આ લાપસી ઠંડી પણ એટલી જ સરસ લાગે છે અને એટલા માટે સાતમ ની રસોઈ માટે પણ આ લાપસી બનાવી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

ટિપ્પણીઓ

Similar Recipes