ચીઝ ચિલી ગાર્લિક નાન

Parul Patel
Parul Patel @Parul_25
શેર કરો

ઘટકો

30મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2કપ મૅંદૉ
  2. 1કપ દહીં
  3. 1ચમચી મીઠું
  4. 1/2ચમચી બૅકીંગ સોડા
  5. 2ચમચી ચૉપ કરેલી કૉથમીર
  6. 1ચમચી ચૉપ કરેલા લીલા મરચાં
  7. 1ચમચી ચાટ મસાલૉ
  8. 1ચમચી ઓરેગાનો
  9. 100ગ્રામ ચીઝ (છીણૅલી)
  10. 50ગ્રામ બારીક ચૉપ કરેલું લસણ
  11. 100ગ્રામ બટર

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    મૅંદા નાં લોટ માં મીઠું, બૅકીંગ સોડા, દહીં અને પાણી નાખીને સૉફટ લોટ રેડી કરી લો. 30મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દો.

  2. 2

    એક બોલ માં ચીઝ, મરચાં, લસણ, ચાટ મસાલૉ અને ઓરેગાનો આ બધું મિક્સ કરો. સ્ટફીંગ રેડી છે. પછી એક બોલ માં બટર ગરમ કરીને કૉથમીર એડ કરો.

  3. 3

    હવે લોટ માથી એક લુવું બનાવો પછી ગૉળ રોટલી વણીનૅ એમાં સ્ટફીંગ ભરો પછી વેલણ થી ઓવૅલ શૅપ માં નાન બનાવી લો.

  4. 4

    હવે તેને એક સાઈડ પાણી લગાઓ અને નોન સ્ટીક તવા પર સેકવા મુકો. પછી બીજી સાઈડ પર ધીમાં ગેસ પર તવી ને ઊંધું કરીને નાન નૅ શૅકી લો. હવે તેના પર મેલટેડ બટર અને કૉથમીર નું મિક્સર લગાવી દો. તો રેડી છે ચીઝ ચિલી ગાર્લિક નાન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

ટિપ્પણીઓ

Similar Recipes