પાણીપુરી

Thakar asha
Thakar asha @Ashucook_17613647
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧૦૦ પાણીપુરી ની પુરી
  2. મસાલો બનાવવા માટે
  3. ૧ વાટકી ચણા
  4. પોણો કિલો બટાકા
  5. ૨ ચમચી લાલ મરચું
  6. ૨ ચમચી લીલા મરચાં ની પેસ્ટ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧ કપ કોથમીર
  9. તીખું પાણી બનાવવા માટે
  10. ૧ કપ ફુદીના ના પાન
  11. ૧/૨ કપ કોથમીર
  12. ૩ લીલા મરચાં
  13. ૧/૨ ચમચી જીરૂ
  14. ૧/૨ ચમચી સંચળ પાવડર
  15. મીઠું સ્વાદાનુસાર
  16. દોઢ લીંબુનો રસ
  17. ૧/૨ ચમચી પાણી પૂરી નો મસાલો
  18. સવૅ કરવા માટે
  19. સેવ
  20. ઝીણી સમારેલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ચણા ને પાંચ થી છ કલાક પલાળી રાખો.પછી તેને કુકરમાં મીઠું નાખી ૪ કે ૫ સીટી વગાડી લો.

  2. 2

    ચણા બફાઈ જાય એટલે ચણા કાઢી બટાકા ના બે ભાગ કરી ૪ સીટી વગાડી બાફી લો.

  3. 3

    ફુદીના ના પાન અને કોથમીર ને પાણી થી ધોઈ લો.મિકસર જારમાં ફુદીના ના પાન કોથમીર મરચાં મીઠું સંચળ જીરું લીંબુનો રસ અને બરફના ટુકડા નાખી પેસ્ટ બનાવી લો.

  4. 4

    પેસ્ટ બની જાય એટલે તેને તપેલીમાં કાઢી તેમાં ઠંડું પાણી નાખી થોડી વાર રહેવા દો.પછી તેને ગાળી લો તેમાં પાણીપુરી નો મસાલો નાખી હલાવી ફ્રિજ માં ઠંડું થવા મૂકો.

  5. 5

    બટાકા બફાઈ ને ઠંડા થઈ જાય એટલે તેની છાલ કાઢી તેનો છુંદો કરી લો.તેમા ચણા લાલ મરચું લીલાં મરચાં ની પેસ્ટ મીઠું કોથમીર નાખી મિક્સ કરી મસાલો બનાવી લો.

  6. 6

    હવે પુરી માં કાણા પાડી તેમાં ચણા બટાકા નો મસાલો ભરી લો.બધી પુરી આમ જ ભરી લો.

  7. 7

    તેને ઝીણી સમારેલી ડુંગળી સેવ તીખા પાણી અને મીઠા પાણી સાથે સર્વ કરો તો તૈયાર છે બધાને ભાવે તેવી પાણીપુરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર

ટિપ્પણીઓ

Similar Recipes