રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને દાળ ને ધોઈ એક સાથે પાણીમાં ૨૫-૩૦ મિનિટ સુધી પલાળી રાખો. ત્યારબાદ તેમાં મીઠું અને હળદર નાખીને કૂકરમાં બાફી લો. બફાઈ જાય એટલે તેમાં થોડું પાણી ઉમેરીને સહેજ વલોવી લો.
- 2
હવે એક કઢાઈમાં ઘી અને તેલ ગરમ કરો. તેમાં રાઈ અને જીરું ઉમેરો. રાઈ તતડે એટલે હીંગ અને સૂકા લાલ મરચાં ઉમેરો. હવે તેમાં સમારેલી ડુંગળી, લીલા મરચાં અને વાટેલું લસણ ઉમેરીને સાંતળો. ડુંગળી સંતળાઈ જાય એટલે સમારેલું ટમેટું ઉમેરીને સાંતળો. ગ્રેવી ના ભાગ નુ મીઠું ઉમેરીને મિક્સ કરો. લાલ મરચું પાઉડર, શેકેલા જીરું નો પાઉડર ઉમેરી મિક્સ કરો.
- 3
હવે તેમાં બાફેલા દાળ ચોખા નુ મિશ્રણ ઉમેરીને મિક્સ કરો. સમારેલી કોથમીર ઉમેરીને મિક્સ કરો. જરૂર હોય તો થોડું પાણી ઉમેરીને ૩-૪ મિનિટ સુધી થવા દો. તૈયાર છે રેસ્ટોરન્ટ જેવી દાળ ખિચડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
પ્રોટીન રીચ (સોયાચન્ક) પરાઠા
બાળકો અને પુખ્ત બધાને પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને શાકાહારી વ્યક્તિ માટે આ પરાઠા એક સરસ વિકલ્પ છે. Purvi Modi -
-
-
તીખો ખીચડો
#શિયાળાતીખો ખીચડો ખાસ શિયાળામાં બનાવવામાં આવતી વાનગી છે. જેમાં લગભગ દરેક પ્રકારના મરી મસાલા નો ઉપયોગ થાય છે. ચોખા અને બધીજ દાળ ઉમેરીને બનાવવામાં આવે છે તેથી પૌષ્ટિક પણ છે. ઘણી બધી સામગ્રી ની જરૂર પડે છે પરંતુ પરિણામ પણ તેટલું જ સ્વાદિષ્ટ છે. દરેક સામગ્રી ઘરમાં જ પ્રાપ્ય હોય તેવી છે. આ ખીચડા ને કઢી, પાપડ, પાપડી ના દાણા અને રીંગણ ના શાક સાથે પીરસવા માં આવે છે. Purvi Modi -
દલિયા ચીલા
#હેલ્થીદલિયા અથવા ઘઉં ના ફાડા ખૂબ જ પૌષ્ટિક છે. વજન ઉતારવા માટે તથા ડાયાબિટીસ ના દર્દી માટે લાભદાયક છે. અહીં મેં દલિયા માં થી ચીલા બનાવ્યા છે. જેને ઢોસા પણ કહી શકાય. તેનું ખીરું બનાવવા માં આથો લાવવા ની જરૂર નથી હોતી. સરસ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે. Purvi Modi -
-
-
-
-
વેજ કોરમા
#શાકઆ દક્ષિણ ભારતીય વાનગી છે જે કોકનટ ગ્રેવી માં બનાવવામાં આવે છે. રોટલી, પરાઠા અથવા ભાત સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Purvi Modi -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)