રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથીની ભાજી ને વીણી ને ઝીણી સમારી ને સારી રીતે ધોઈ લો.એક મીડિયમ સાઇઝ નું બટેટા ની છાલ કાઢી ને ચોરસ ટુકડા કરી ને ધોઈ લો. લસણ ને છોલી ને ને ખાયની માં છૂંદી લો. મરચા ને પણ સમારેલી લો.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરો. અને હિંગ નાખી બટેટા સાતડો. ફુલ ગેસ પર ફ્રાય કરો અને ઢાંકણ બંધ કરી ને ચઢવા દો. બટેટા થોડા ક્રિસ્પી થાય એટલે તેમાં લસણ ની પેસ્ટ અને ટામેટા અને મરચાં ની ચિર કરેલી નાખી ને ૫ મિનીટ ફુલ તાપે ફ્રાય કરો. પછી બધાં મસાલા અને મેથી ની ભાજી સમારેલી નાખી ને મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી ને ૭ મિનીટ માટે ચઢવા દો.
- 3
હવે તૈયાર છે. મેથી આલુ નું શાક.. તેને લીલું મરચું અને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11680064
ટિપ્પણીઓ