મકાઇ નો ચેવડો

Dhara Gangdev 1
Dhara Gangdev 1 @Dhruvi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ મોટી મકાઇ
  2. ૨ ચમચી તેલ
  3. ૧ નાની ચમચી રાઇ
  4. ૧ નાની અડધી ચમચી જીરુ
  5. ૫ -૬ લીમડાના પાન
  6. નીમક સ્વાદ અનુસાર
  7. નાનો કટકો આદુ
  8. ૨ લીલાં મરચાં જીણા સમારેલા
  9. ચપટીહળદર
  10. નાની અડધી ચમચી ગરમ મસાલો
  11. ચણા ના લોટની સેવ
  12. દાડમના દાણા
  13. સમારેલી ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઇ ના દાણા વરાળ મા બાફી લેવા.

  2. 2

    તેમાંથી ૨ થી૩ ચમચી આખા દાણા રાખી બાકીના અધકચરા ક્રશ કરી લેવા.

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરી રાઇ,જીરું, મીઠો લીમડો, આદું અને મરચા નાખી વઘાર કરવો.

  4. 4

    તેમાં ક્રશ કરેલ મકાઇ અને દાણા નાખવા.

  5. 5

    તેમાં હળદર અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી તેલ છુટુ પડે એટલે ગેસ ઓફ કરી દેવો.

  6. 6

    બાઉલમાં લઇ દાડમ સેવ અને ધાણા ભાજીથી સજાવી પીરસવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Gangdev 1
પર

ટિપ્પણીઓ

Similar Recipes