છોલે ભટુરે

છોલે ભટુરે
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ છોલે ને ધોઈ લેવા ૨ વાર પાણી થી ધોઈ લેવા. પછી ગરમ પાણી માં પલાળી રાખો ૫ થી ૬ કલાક માટે. પછી તેને બાફવા મૂકવા. ૫ થી ૬ સિટી વગાડવી ને પછી ગેસ બંધ કરી ને તેને ઠડું થવા માટે મૂકવી. હવે ભતુરે માટે ની તૈયારી કરીએ.
- 2
ભટુરે માટે ઘઉ નો લોટ લેવો તેમાં મીઠું, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર,તેલ,ઘી,ખાંડ અને દહી ઉમેરી ને બધું મિક્સ કરવું ને પછી પાણી ઉમેરી ને ભૂ ટું રે નો લોટ બાંધી ને રાખવો. લોટ ને ભીના કપડાં વડે ઢાંકી ને સાઇડ પર રાખવો. ભૂટુરે ના લોટ ને ઓછા માં ઓછી ૨ કલાક માટે રાખવો.
- 3
હવે એક વાસણમાં તેલ,ઘી અને બટર ગરમ કરવા મૂકવું. એ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું નો વઘાર કરવો ને જીરું લાલ થઈ જાય એટલે તેમાં આદુ મરચાં ની પેસ્ટ ઉમેરવી ને એ ૨ મિનિટ સાત દવું. પછી તેમાં લસણ ની પેસ્ટ ઉમેરવી ને તેને પણ થોડી વાર સતાડવી. પછી ડુંગળી ઉમેરવી. ને તેને પણ ચડવા દેવી.
- 4
ડુંગળી ચડી જાય એટલે તેમાં ટામેટા ઉમેરવા. ટામેટા ચડી જાય એટલે તેમાં મસાલો કરવો. મસાલા માં મીઠું,મરચું,હળદર, ધાણાજીરું અને છોલે મસાલો કરવો ને બધું મિક્સ કરવું. ને પછી ફરી સતળવાં મૂકવું ને જ્યાં સુધી તેમાં થી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ચડવા દેવું.
- 5
તેલ છૂટું પડે પછી તેમાં બાફેલા છોલે ઉમેરવા ને પછી ફરી તેને ગ્રેવી સાથે ચડવા દેવું. ને પછીતેના ધાણા એટલે કે કોથમીર ભભરાવીને પીરસવા.હવે ભ્ટુરે ના લોટ ને તેલ થી કુણ વી લેવું.
- 6
હવે કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું. ને બીજી સાઇડ લોટ માં થી એક લુઓ લઈ ને તેની પૂરી વણી લેવી.
- 7
તેલ ગરમ થાય એટલે તેમાં ભટુરે તળી લેવા. મેંદા ના લોટ માં થી થતા ભટુરે થોડા સફેદ થઈ ને આ ઘઉ ના લોટ માંથી બનાવેલ છે એટલે થોડા લાલ થશે પણ ટેસ્ટ સારો આવશે બને સાઇડ થી ગોલ્ડન કલર ની થઈ ત્યા સુધી તળવી.
- 8
હવે તેને સર્વ કરીએ આપડે છોલે ભટુરે ગરમા ગરમ. મે તેને જીરા રાઈસ,ગોળ,છાસ અને ટામેટા ના સલાડ સાથે સર્વ કરીયા છે સાથે અથાણું ને પાપડ સર્વ કરવા હોય તો કરી શકાય છે. તો ચાલો વાતો કરિયા વગર ગરમાગરમ છોલે ભટુરે ની મઝા માણીયે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આચારી છોલે ભટુરે
જ્યારે લંચ ની વાત થાય ત્યારે એક વખત તો છોલે ભટુરે નો વિચાર જ આવે છે અને એમાં પણ છોલે ભટુરે આચારી હોય તો ટેસ્ટમાં ખૂબ જ વધારો થાય.#goldenapron#post8 Devi Amlani -
-
છોલે પૂરી
#માઈલંચહાલ કોરોના વાઇરસ ને લીધે સમગ્ર દેશમાં લોકડાઉન હોય રોજ અવનવું ખાવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે... આજે મેં છોલે પૂરી બનાવ્યા હતા..પૂરી બનવા માટે મેં મેંદા ના લોટ નો ઉપયોગ ન કરતા #રવો #ઘઉ નો લોટ ના ઉપયોગ થી બનાવ્યા હતા જે ટેસ્ટ ની સાથે હેલ્થ માટે પણ વધુ સારી😋 Bhakti Adhiya -
-
છોલે ભટુરે (Chhole Bhature recipe in gujarati)
ઉત્તર ભારતના ફૂડ ની વાત આવે અને છોલે ભટુરે ની વાત ના આવે એવું બને જ નહીં. એકદમ ટેસ્ટી અને ફ્લેવર ફુલ છોલે અને જોડે એકદમ સોફ્ટ ભટુરે હોય તો બીજું કઈ ના જોઈએ.#North #નોર્થ Nidhi Desai -
-
છોલે ભટુરે (Chole Bhature Recipe In Gujarati)
પંજાબી વાનગી નું નામ આવે એટલે સૌથી પહેલાં યાદ આવે છોલે ભટુરે. અત્યારે કોરોના પેનડેમિ્ક માં હોટેલ માં જવાનું તો સેઇફ નથી, ઘરમાં યંગસ્ટૅસ ને પંજાબી નું કે્વીન્ગ થાય અને વડીલો ને પનીર સબ્જી પસંદ ના હોય એવું પણ બને છે તો છોલે ભટુરે આ બધી ડિમાન્ડ પૂરી કરે છે. અમારા ઘરમાં બધા ને ખુબ પસંદ છે...#GA4#WEEK1#PUNJABI#Cookpadindia Rinkal Tanna -
છોલે ભટુરે
#ડિનર #સ્ટાર છોલે ભટુરેછોલે ભટુરે એકદમ સરળતાથી બની જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. Mita Mer -
ભટુરે (Bhature Recipe In Gujarati)
#EB#Week7ભટુરે ઉત્તર ભારતની લોકપ્રિય પંજાબી વાનગી છે. ભટુરેને પીરસતા સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણી શકાય છે. તેમાય વિવિધતા લાવવા મે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ભટુરેમાં નાખ્યા છે જેનાથી super tasty બન્યા!!!! Ranjan Kacha -
-
-
ઘઉં ના લોટ ના ભટુરે (Wheat Flour Bhature Recipe In Gujarati)
મેંદા ના લોટ ના હેલ્થ માટે સારા નથી એટલે ઘઉં માં લોટ ના હું બનાવુ છું ને મારા બાળકો ને પણ એજ ભાવે છે.#EB Mittu Dave -
અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
#MW2#Punjabichole#પંજાબીછોલે#punjabi#chole#bhature#cookpadindia#cookpadgujaratiછોલે ભટુરે ઉત્તરી ભારતમાંથી ઉદ્દભવી છે. જો કે, પાકિસ્તાનમાં, રાવલપિંડી ના છોલે, પિંડી છોલે તરીકે ખૂબ જાણીતા છે. આખા ભારત માં પંજાબી છોલે ભટુરે ખૂબ પ્રખ્યાત છે. મેં અહીં પંજાબી છોલે અને પિંડી છોલે બંને નું કોમ્બિનેશન એટલે કે અમૃતસરી પિંડી છોલે પ્રસ્તુત કર્યા છે. સાથે છે એકદમ નરમ મુલાયમ ભટુરા। છોલે નો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે જે બજાર ના મસાલા કરતા પણ વધારે સ્વાદ આપનારો છે. બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર ગમે ત્યારે ખાઓ, રેસ્ટોરન્ટ કરતા પણ સ્વાદિષ્ટ છોલે અને ભટુરે ખાવાની ખૂબ મજા પડશે । Vaibhavi Boghawala -
-
ડોરા કેક
આમ તો ડોરા કેક મૈં દા ન લોટ ના બને છે પણ મે એને હેલ્ધી બનવા માટે ઘઉ ના લોટ માં થી બનાવિયા છે . આ કેક છોકરા ઓ ને ખુબ પસંદ હોય છે કેમ કે એમના મનગમતા કાર્ટૂન કેરેક્ટર આ ખાતા હોય છે એટલે એમ ને પણ એ ખાવું હોય છે . પણ એમની હેલ્થ ને ધ્યાન માં રાખી ને મે આ કેક ને હેલ્ધી બનવા ની કોશિશ કરી છે.#બર્થડે Sapna Kotak Thakkar -
ભટુરે (Bhature Recipe In Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટઆ રીતે બનાવશો તો બહાર જેવા ભટુરે બનશેમારે ખુબ સરસ બન્યા છેતમે પણ જરૂર ટા્ઈ કરજો#EB#week7 chef Nidhi Bole -
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#SD#cookpadindia#cookpadgujaratiસાંજ નું બેસ્ટ મેનુ એટલે પંજાબી વાનગી છોલે ભટુરે.બનાવવામાં સરળ અને સ્વાદિષ્ટ સૌનાં પ્રિય છોલે ભટુરે આજે મેં બનાવ્યા. ખરેખર ટેસ્ટી બન્યા.. Ranjan Kacha -
-
અમૃતસરી પંજાબી છોલે ભટુરે (Amrutsari Punjabi Chhole Bhature Recipe In GujaratI)
#નોર્થ_ઈન્ડિયા_રેસીપી_કોન્ટેસ્ટ#નોર્થ_પોસ્ટ_2 છોલે ભટુરે નુ નામ આવે એટલે પંજાબ ના અમૃતસર ના પ્રખ્યાત છોલે ભટુરે જ યાદ આવે. કારણ કે આ છોલે ભટુરે ઇ પંજાબ ના અમૃતસર નુ સ્ટ્રીટ ફૂડ છે. આ છોલે ને ચા ની ભુકી ને બિજા ખડા મસાલા ની પોટલી બનાવી ને બાફવામા આવે છે. આ ખડા મસાલા ની પોટલી થી કાબૂલી ચણા નો રંગ પણ કાળો થય જાય છે. આ છોલે ભટુરે હવે તો બધા ભારત મા પ્રખ્યાત છે. પણ બધી જ જગ્યા એ એનો સ્વાદ પણ અલગ અલગ હોય છે. મારા તો પ્રિય છોલે ભટુરે છે. Daxa Parmar -
-
ભટુરે (Bhature Recipe In Gujarati)
#EBWeek 7ભટુરે એ એક પંજાબી વાનગી છે. જેને આપડે છોલે સાથે સર્વ કરવા માં આવે છે. ભટુરે ઘણી અલગ અલગ રીતે બનાવા આવે છે. ભટુરે માં ઘણા એકલો મેંદો ,મેંદો અને ઘઉં નો લોટ વાપરે છે. મેં આજે એકલા મેંદા ના લોટ માં સોજી ,બેકિંગ પાઉડર, સોડા, ખાંડ, મીઠું, દહીં, માંથી સોફ્ટ ભટુરે બનાવીયા છે. Archana Parmar -
છોલે ભટુરે(Chhole Bhature recipe in Gujarati)
#Dishaમેં @Disha_11 સાથે zoom live માં જોડાવા અને સરસ રેસિપી શીખવા માટે તેમની રેસીપી અનુસરીને થોડા ફેરફાર સાથે છોલે ભટુરે બનાવ્યા છે😍...બહુ જ સરસ બન્યા છે....dear Disha આટલી સરસ રેસિપી શેર કરવા બદલ તમારો આભાર🤗 Palak Sheth -
છોલે ટિક્કી ચાટ
આ એક પ્રકાર ની ચાટ છે જે રગડા પેટીસ જેવું હોય છે પણ અહીંયા આપણે વટાણા ની જગ્યા એ કાબુલી ચણા નો ઉપયોગ કર્યો છે. ગોકુળ, મથુરા બાજુ આ ચાટ નું ચલણ વધારે જોવામાં આવે છે. Disha Prashant Chavda -
-
ભટુરે (Bhutre Recipe in Gujarati)
#GA4#WEEK9#PURI#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA ભટુરે એ મેંદા માં થી તૈયાર થતી પોચી પૂરી હોય છે જે પંજાબી છોલે ચણા સાથે સર્વ કરવા માં આવે છે. Shweta Shah -
મિક્સ વેજ. મુઠીયા ઢોકળા
સૌપ્રથમ એક વાસણ મા ઝીણી છીણેલી દુધીછીણેલુ ગાજર, છીણેલો મૂળો, છીણેલુ બટાકા, છીણેલીડુંગળી, છીણેલુ કોબીજ, સમારેલી મેથી, સમારેલી કોથમીરવાટેલા આદુ મરચા લસણની પેસ્ટ નાંખીને બધું બરાબર મિક્સ કરવુ ત્યાર બાદ તેમાં બાજરા નો લોટ,ઘઉ નો લોટ અને ચણા નો લોટ નાખવો ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચુ,હળદર ,ધાણા જીરૂ પાઉડર, ગરમ મસાલો , ખાંડ ખાવાનો સોડા,લીંબુ નાખીને બરાબર મિક્સ કરવુ ત્યાર બાદ તેના મુઠીયા વાળીને વરાળ મા બાફી લેવા 10 મિનીટ માટે ત્યાર બાદ તે ઠંડા થાય પછી તેને કાપી નાખવાત્યાર બાદ વઘાર માટે એક વાસણ તેલ લઈ તે ગરમ થાય પછી તેમાં રાઈ, હિંગ, તલ, મીઠો લીમડો નાખી તતડે પછી તેમા ઢોકળાં નાખીને બરાબર હલાવવું ત્યાર બાદ તેને પ્લેટ મા લઈ કોથમીર થી ઞાનીઁશ કરવુ અને ટોમેટો કેચપ તથાલીલી ચટણી સાથે સર્વ કરવું. સાથે ચોખા નો પાપડ અને ચાસાથે સવૅ કરવુ. Nilam Chotaliya -
-
છોલે ભટુરે
#ઇબુક૧#૧૩#સંક્રાંતિઉત્તરાયણ માં ઉંધીયું તો બધા જ ખાય છે પણ મારા ત્યાં ઉત્તરાયણ માં છોલે ભટુરે બને છે. અને આજે ને બનાવ્યા છે તો હું મારી રેસિપી શેર કરવા માંગુ છું Chhaya Panchal
More Recipes
ટિપ્પણીઓ