પાણી પૂરી/ચટણી પૂરી (Paani Puri / Chutney Puri Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#લૉકડાઉન
આ સમય માં બધું ઘરનું બનાવું સલાહ ભર્યું હોવાથી મે આજે પાણી પૂરી માટેની પૂરી પણ ઘરે જ બનાવી છે. મારી હેલ્પર મારી ડોટર ની હેલ્પ થી હું આ પૂરી બનાવા માં સફળ થઈ છું. ખૂબ જ સરસ રહ્યો છે અમારો અનુભવ.

પાણી પૂરી/ચટણી પૂરી (Paani Puri / Chutney Puri Recipe In Gujarati)

#લૉકડાઉન
આ સમય માં બધું ઘરનું બનાવું સલાહ ભર્યું હોવાથી મે આજે પાણી પૂરી માટેની પૂરી પણ ઘરે જ બનાવી છે. મારી હેલ્પર મારી ડોટર ની હેલ્પ થી હું આ પૂરી બનાવા માં સફળ થઈ છું. ખૂબ જ સરસ રહ્યો છે અમારો અનુભવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

વાડકી
૪/૫
  1. ૧- *પૂરી માટે*
  2. ૧વાડકી રવો
  3. ૧ વાટકી ઘઉં નો લોટ
  4. પાણી
  5. ૨- *તીખા પાણી માટે*
  6. ૧ મોટી વાટકી તાજો ફૂદીનો
  7. ૧ ચમચી જીરું
  8. ૧ચમચી વરિયાળી
  9. ૧ નાની ચમચી મરી
  10. ૧ મોટી ચમચી સંચળ પાઉડર
  11. ૪-૫ લીલા મરચાં
  12. 1/2 લીંબુ
  13. ૩- * ખજૂર આમલીની ચટણી
  14. ૧ મોટી વાટકી ખજૂર
  15. ૧ આંબલી
  16. ગોળ નાની વાટકી
  17. ચપટીલાલ મરચું, મીઠું, ધાણાજીરું પાઉડર
  18. સર્વિગ માટે *
  19. બાફેલાં સૂકા સફેદ વટાણા
  20. તીખી ચટણી
  21. ૧ નાની વાટકી લીલાં ધાણા
  22. દહીં, સેવ,બાફેલાં બટાકાં,બાફેલાં મગ ચણા, ઝીણો સમારેલો કાંદો,લીલા ધાણા, ખારી બુંદી,ચાટ મસાલો, ઝીણાં સમારેલાં ટામેટાં,કેરી કાપેલી

રાંધવાની સૂચનાઓ

વાડકી
  1. 1

    પૂરી માટે ની સામગ્રી મિક્સ કરી સાદા પાણીથી મિદિયમ લોટ બાંધવો.થોડી વાર ભીનું કપડું ઢાંકી રાખવું.ભાખરી જેવા લુવા પાડી ઉપાર તેલ લગાવી ઢાંકી દહીં વારાફરતી મીડિયામાં વણી લઈ નાની વાટકી થી કાપી લઈ પૂરી ઢાંકી રાખવી. મિડ યમ તેલ માં ફેરવી ફેરવી ને બ્રાઉન ક્રિસ્પી તળી લેવી.

  2. 2

    ઉપર જણાવ્યા પ્રમાણે તીખા પાણી ની સામગ્રી ભેગી કરી મિક્સર માં ક્રશ કરી લેવું.એને બીજા બાઉલ માં કાઢી ૨ થી ૩ કપ ઠંડુ પાણી નાખી રેડી કરવું.પાણી પૂરી માટે બાફેલાં બટાકાં અને મગ ચણા તયાર કરવા.

  3. 3

    ચટણી પૂરી માટે જે પૂરી ફૂલી ના હોય એ લઈ લેવી. નહીતો ફૂલેલી પૂરી પણ લઇ શકો.બોરેલા વટાણા ને પણ બાફી લઈ એમાં મીઠું, લાલ મરચું, હળદળ,ચપટી ગરમ મસાલો અને પાણી નાંખી થોડી વાર થવા દેવું. મીઠી ચટણી પણ તયાર કરવી.ચટણી પૂરી માટે ની તીખી ચટણી પણ કરી લેવી.દહીં માં ખાંડ સંચળ પાઉડર અને જીરું વાટેલું નાંખી મિક્સ કરી લેવું.કાંદો કેરી ટામેટું સેવ ચાટ મસાલો તમારી ચોઇસ પ્રમાણે બધું નાંખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

ટિપ્પણીઓ (5)

Chhaya Raval
Chhaya Raval @cook_19846882
me aajepuri ghar banavi pn nichenu pad tadya p6i ekdam soft thay gayu..crispi thay tya sudhi fry kari.plz solution.

Similar Recipes