ગુજરાતી પંજાબી કોમ્બો

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. રોટલી બનાવવા માટે*
  2. 2ચમચા ઘઉંનો લોટ
  3. 2ચમચા તેલ
  4. જરૂર મુજબ પાણી
  5. મટર પનીર બનાવવા માટે*
  6. સો ગ્રામ ગ્રામ પનીર
  7. 200 ગ્રામવટાણા
  8. વઘાર કરવા માટે*
  9. 3ચમચા ઘી
  10. ૧ નાની ચમચી જીરુ
  11. સૂકું લાલ મરચું
  12. તમાલપત્ર
  13. જરૂર મુજબ હિંગ
  14. 1 ચમચીટામેટા લાલ મરચા ની ચટણી
  15. ગ્રેવી બનાવવા માટે------
  16. ૨ ડુંગળી
  17. 3ટામેટા
  18. અડધી ચમચી મરચાની ભૂકી
  19. પા ચમચી હળદર
  20. 1 ચમચીધાણાજીરૂ
  21. સ્વાદ મુજબ મીઠું
  22. ચપટીમેગી મસાલો
  23. ટમેટો સૂપ બનાવવા માટે*
  24. ૩ થી ૪ નંગ ટામેટા
  25. સ્વાદમુજબ આદુ
  26. વઘાર કરવા માટે*
  27. ૩ ચમચી ઘી
  28. પા ચમચી જીરૂ
  29. સૂકું લાલ મરચું
  30. તમાલપત્ર
  31. લીમડાના પાન
  32. સ્વાદ મુજબ મીઠું
  33. 2 ચમચીગોળ
  34. ચપટીમેગી મસાલા
  35. જીરા રાઈસ બનાવવા માટે*
  36. 1વાટકી બ્રાઉન રાઈસ
  37. બાફવા માટે જરૂર મુજબ પાણી
  38. વઘાર કરવા માટે*
  39. ૩ ચમચી ઘી
  40. સૂકું લાલ મરચું
  41. તમાલપત્ર
  42. ચપટીક હિંગ
  43. રાંધેલા ભાત
  44. સ્વાદ મુજબ મીઠું
  45. પા ચમચી મેગી મસાલો
  46. સલાડ બનાવવા માટે*
  47. 1બીટ
  48. 2નંગ કાકડી
  49. થોડીક કાચી કેરી
  50. ૨ નંગ ટામેટા
  51. જરૂર મુજબ ચાટ મસાલો
  52. - સલાડ માટે ડીશ ---
  53. અન્ય સામગ્રીમાં*
  54. 1 ચમચીગોળ
  55. પા ચમચી ઘી
  56. ---ગુંદા કાચી કેરીનું ખાટું અથાણું----
  57. પાણીનો ગ્લાસ
  58. -સાતથી આઠ લીલા મરચા તળવા માટે---
  59. સ્વાદ મુજબ મીઠું
  60. સ્વાદ મુજબ ધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રોટલી બનાવવા માટે સૌપ્રથમ કથરોટમાં લોટ લો પછી તેલ અને પાણી ઉમેરી અને જરૂર પ્રમાણે નો લોટ બાંધી લો પછી તેમાંથી નાના લુઆ કરી અને રોટલી તાવડી પર શેકી લો અને ઘી લગાવી લો

  2. 2

    મટર પનીર બનાવવા માટે સૌ પ્રથમ વટાણા લઈ અને તેને બે થી ત્રણ વખત ધોઈ લો પછી તેને કૂકરમાં પાંચ થી લઇ લો અને બાફી લો

  3. 3

    ગ્રેવી બનાવવા માટે ૩ ટમેટા અને એક ડુંગળી લો

  4. 4

    ત્યારબાદ ડુંગળી ટામેટાં મિક્સરમાં ગ્રેવી કરી લો અને વખાણ કરવા માટેની સામગ્રી તૈયાર કરો તો તમારી ગ્રેવી મિક્સરમાં થયેલી તૈયાર છે

  5. 5

    ત્યારબાદ એક તપેલીમાં ઘી ગરમ કરી ત્રણ ચમચી અને જીરુ તમાલપત્ર સૂકું લાલ મરચું અને હિંગ ઉમેરી વઘાર તૈયાર કરો ત્યારબાદબાફેલા વટાણા ઉમેરો અને મરચું મીઠું હળદર ધાણાજીરૂ ઉમેરો પછી પનીરના ટુકડા ઉમેરો શાહુડી જાય અને ઘટ્ટ થઈ જાય ત્યાર બાદ છેલ્લે ચાટ મસાલો ઉમેરો

  6. 6

    ટામેટાં સૂપ બનાવવા માટે ચાર નંગ ટમેટા લો અને તેને પાણીથી સરખી રીતે ધોઈ લો તેના કટકા કરી લો અને આદું ઉમેરી તેને કુકરમાં બાફવા માટે પાંચ લઈ લો

  7. 7

    કોકો થઈ જાય પછી તેને બહાર કાઢી લો અને તેને મિક્સરમાં ક્રશ કરી લો ત્યારબાદ એક તપેલીમાં ત્રણ ચમચી ૩ ચમચી ઘી જીરુ તમાલપત્ર સૂકું લાલ મરચું અને હિંગ ઉમેરી વઘાર કરો ત્યારબાદ ઉકળે એટલે તેમાં મીઠું હળદર ટમેટા લાલ મરચા ની ચટણી અને ગોળ ઉમેરો

  8. 8

    છેલ્લે તેમાં મેગી મસાલો ઉમેરો અને તેને બેથી ત્રણ મિનિટ ઉકળવા દો

  9. 9

    જીરા રાઈસ ભાત બનાવા માટે સૌપ્રથમ એક બાઉલમાં પ્રમાણસર brown rice લો ત્યારબાદ તેને પાણીથી બેથી ત્રણ વખત ધોઈ લો અને કુકરમાં 5 city લઈ લો ત્યારબાદ તેને કુકરની બહાર કાઢી લો

  10. 10

    બહાર કાઢ્યા પછી તેને ચાળણીમાં કાઢી લો જેથી તેનું વધારાનું પાણી નીકળી જાય અને વખાણ કરવા માટેની સામગ્રી ની તૈયારી કરો ત્યાર બાદ એક પેનમાં ૩ ચમચી ઘી સૂકું લાલ મરચું તમાલપત્ર અને હિંગ ઉમેરી વઘાર કરો

  11. 11

    ત્યારબાદ તેમાં બાફેલા brown rice ઉમેરો ત્યાર બાદ તેમાં મીઠું ઉમેરો છેલ્લે મેગી મસાલો ઉમેરો અને તેને સરખી રીતે મિક્સ કરી લો અને ૨ થી ૩ મિનીટ પકાવો

  12. 12

    લીલા લાલ મરચા લઈ તેને પાણીમાં સરખી રીતે ધોઈ અને કાપા પાડી લો પછી તેને તપેલીમાં ૩ ચમચી ઘી અને તળવા માટે મૂકો મરચા તળાઈ જાય પછી તેને બહાર કાઢી લો

  13. 13

    સલાડ બનાવવા માટે બે નંગ કાકડી થોડી કાચી કેરી, ૧ નંગ બીટ અને ૨ નંગ ટામેટા લો અને તેને સરખી રીતે ધોઈ લો સૌપ્રથમ છાલ ઉતારી અને તેને ખમણી લો અને ડીશ મા મૂકો ત્યારબાદ એક કાકડી લઈ તેને ચિત્રમાં બતાવ્યા મુજબ કટકા કરો અને આ રીતે ફરતી કાકડીની આખી લાઇન તૈયાર કરો

  14. 14

    પછી તેમાં વચ્ચે કાચી કેરી ની કટકી અને અને ચીર મૂકો ત્યાર બાદ સાઇડમાં ટમેટાને ડેકોરેટિવ કરીને મુકો છેલ્લે એક કાકડીને પણ ડેકોરેટિવ કટીંગ કરીને મુકો તો તૈયાર છે આપણે મસ્ત મજાનો ડેકોરેટિવ સલાડ....... જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું અને ઉપરથી આપણા સૌના પ્રિય ચાટ મસાલો ભભરાવો

  15. 15

    તો તૈયાર છે લંચ અને લોકડાઉન માટેની ગુજરાતી પંજાબી કોમ્બો થાળી

  16. 16
  17. 17
  18. 18
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

ટિપ્પણીઓ

Similar Recipes