પીઝા

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

હોમ મેડ પીઝા સોસ સાથે વેજીટેબલ તવા પીઝા. સંપૂર્ણ રીતે ઘરે બનાવેલ પીઝા.

પીઝા

હોમ મેડ પીઝા સોસ સાથે વેજીટેબલ તવા પીઝા. સંપૂર્ણ રીતે ઘરે બનાવેલ પીઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પીઝા બેઝ માટે
  2. ૨ કપ ઘઉંનો લોટ
  3. ૨ કપ મેંદો
  4. ૨ ચમચી યીસ્ટ અથવા ૧ કપ ખાટું દહીં
  5. ૧ ચમચી ખાંડ
  6. ૧ ચમચી બૅકીગ પાવડર
  7. ૩ ચમચા તેલ
  8. ૧ કપ હુંફાળું પાણી
  9. પીઝા સોસ માટે
  10. ૮ થી ૧૦ મોટા ટામેટા
  11. ૨ મોટી ડુંગળી
  12. ૮ થી૧૦ કળી લસણ
  13. ૨ ચમચી ખાંડ
  14. ૧ ચમચી ચીલી ફ્લેક્સ
  15. ૧ ચમચી ઓરેગાનો
  16. ૧ ચમચી મિક્સ હબસ
  17. ૨ ચમચી લાલ મરચું પાવડર
  18. મીઠું સ્વાદાનુસાર
  19. ટોપીગ માટે
  20. છીણેલું ચીઝ
  21. વેજીટેબલ સમારેલા તેમજ સ્લાઈડ્સ
  22. લાલ, પીળા અને લીલાં કેપ્સીકમ
  23. બાફેલા મકાઈના દાણા
  24. ટામેટા
  25. ડુંગળી
  26. ઓલીવ
  27. હેલોપેનો
  28. પીઝા સીઝનીગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં યીસ્ટ, ખાંડ ઉમેરી હુંફાળું પાણી રેડી ૧૦ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

  2. 2

    હવે એક બાઉલમાં ઘ‌ઉનો લોટ તથા મેંદો,બૅકીગ પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી ખાડો કરીને યીસ્ટ વાળું મિશ્રણ ઉમેરો. હવે કાં કાં ચમચી વડે હલાવી જરૂર મુજબ પાણી રેડી રોટલી જેવો લોટ બાંધવો. કોટનનો ભીનો કટકો કે રૂમાલ ઢાંકીને આથો લાવવા ગરમ જગ્યાએ ૩ થી ૪ કલાક સુધી મૂકી દો.

  3. 3

    પ્રેશર કૂકરમાં ધોઈને કાપેલા ટામેટા અને ડુંગળી તેમજ લસણ ઉમેરો અને ૨ સીટી વગાડી લો. ઠંડુ થાય એટલે પેસ્ટ બનાવી લો. હવે નોનસ્ટિક પેનમાં તેલ ગરમ થાય એટલે પેસ્ટ ઉમેરો. ૧૦ મિનિટ બાદ ચીલી ફ્લેક્સ, ખાંડ, મિક્સ હબસ, મીઠું અને ઓરેગાનો ભભરાવો. ૧૦ મિનિટ બાદ ગેસ પરથી ઉતારી લો.

  4. 4

    હવે પીઝા બેઝને બરાબર કેળવી લો. એમાંથી રોટલો વણી લો અને કાંટા ચમચી વડે પંચ કરી લો. તવા પર એક બાજુ શેકી લો. ગેસ બંધ કરી ઉલટાવીને બીજી બાજુ પીઝા સોસ પાથરી જોઈતા વેજીટેબલ ઉમેરો તેમજ ચીઝ પાથરો. ઓલીવ, હેલોપેનો અને પીઝા સીઝનીગ છાંટી ચીઝ ઓગળે ત્યાં સુધી થવા દો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes