રતાળુ નો ફરાળી હલવો
રાંધવાની સૂચનાઓ
- 1
રતાળુ ગાજર ધોઈ ને કટકા કરવા ગેસ ચાલુ કરી તેના પર લોઢી ગરમ કરવા મૂકો અને પછી એક ચમચી ઘી રતાળુ ગાજર મા લગાવી લો લોઢી ગરમ થાય એટલે તેમાં એક ચમચી ઘી મૂકી ચીકણી કરો રતાળુ ના કટકા મૂકી લોઢી પ્લેટ ઉંધી રાખી ઢાંકી દો
- 2
બે બે મિનિટ સુધી રહેવા દો અને રતાળુ ના કટકા ને ફેરવતા રહો દસ મિનિટ સુધી ફેરવતા રહો જેથી રતાળુ બરાબર શેકાય જાય શેકાય જાય એટલે તેને પ્લેટ માં લઈ ઠંડા થવા દેવા અને છાલ કાઢી લેવી અને મેસર થી છૂંદી માવો તૈયાર કરવો
- 3
એક કડઈમાં ગરમ દુધ મા તૈયાર કરવામાં આવેલા માવો અને ખાંડ નાખી ગરમ કરવા મૂકવું અને હલાવતા રહેવું જ્યાં સુધી દૂધ બળી જાય ત્યાં સુધી હલાવતા રહેવું અને હલવા જેવું ઘાટું મલાઈદાર થવા લાગે ત્યારે નીચે ઉતારી લેવું એક બાઉલ કાઢી લો
- 4
પ્લેટ માં લઈ કીસમીસ થી સજાવી પ્રસાદ ધરાવો અને નવરાત્રી ના ફરાળ મા લેવાય એવો હલવો સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
ટિપ્પણીઓ (2)
tamaro saport recipe banavva mate utsah vadhare Che