રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મોહનથાળ
  2. ૫૦૦ ગ્રામ ચણાનો કરકરો લોટ
  3. ૧૦૦ ગ્રામ માવો
  4. ૭૦૦ ગ્રામ ખાંડ
  5. મિક્સ ડ્રાયફ્રુટ આપણે ગમતા હોય તે નાખી શકાય
  6. અર્ધો કપ - દૂધ
  7. ૫૦૦ ગ્રામ - ઘી
  8. ઈલાયચી
  9. ચરોળી
  10. કેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાના લોટમાં બે ચમચા ઘી તથા દૂધ નાખો ધાબો દઇ અડધો કલાક દબાવી રાખો.

  2. 2

    લોટને ચાળીને ધીમા તાપે શેકવો.ગુલાબી રંગનો થાય એટલે ઉતારીને થાળીમાં કાઢી લો.

  3. 3

    પછી ઘી માં માવો શેકી લો.ગુલાબી રંગ નો થાય એટલેએ એને ચણાના શેકેલા લોટમાં ભેળવવો.

  4. 4

    ખાંડ ની ચાસણી બનાવી તેમાં લોટ માવો રેડી દેવો.સાથે થોડું દૂધ રેડવું.

  5. 5

    પછી એક મિનિટ હલાવી થાળીમાં ઠારી દેવું.
    ઉપર ઈલાયચી,ચારોળી,બદામ,ભભરાવવા.

  6. 6

    થોડું ઠંડુ પડે એટલે ઉપરથી થોડું ઘી ગરમ કરી રેડવું.
    બરોબર ઠરી જાય એટલે ચોસલા પાડવા.

  7. 7

    તો તૈયાર છે ગુજરાતીઓની ટ્રેડિશનલ સ્વીટ ડિશ
    "" મોહનથાળ ""

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Thakkar
Neha Thakkar @nehathakkar99
પર

ટિપ્પણીઓ

Similar Recipes