વેજ ચીઝ બર્ગર

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૬૦૦ ગ્રામ બટેટા
  2. ૧ કપ ગાજર
  3. 1 કપવટાણા
  4. 1 કપમકાઈ
  5. ૧ નંગ કેપ્સીકમ
  6. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. ૧ નંગ કાકડી
  8. ૨ નંગ ટામેટા
  9. ૧ ટી.સ્પૂન ચીલી ફ્લેક્સ
  10. ૧ ટી.સ્પૂન મરી પાવડર
  11. 3ચમચા તેલ
  12. ૧ ટી.સ્પૂન જીરું
  13. 100 ગ્રામમાયોનીઝ
  14. 1વાટકી ટોમેટો સોસ
  15. મીઠું સ્વાદ પ્રમાણે
  16. ચીઝ સ્લાઈસ એક નંગ બન માં એક સ્લાઈસ
  17. બર્ગર ના બન 8 નંગ
  18. બટર અથવા ઘી શેકવા માટે
  19. 200 ગ્રામબ્રેડક્રમ્સ
  20. ચટણી બનાવવા માટે
  21. 7નંગ લીલા તીખા મરચા
  22. 1 કપકોથમીર
  23. 1 ચમચીસિંગદાણા
  24. ૧ નંગ લીંબુ
  25. ચપટીખાંડ
  26. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજી બાફી લેશો ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ મુકીશું તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં જીરૂ ઉમેરીસું

  2. 2

    હવે આદુ-મરચાની પેસ્ટ ઉમેરી,બે મિનીટ ચડવા દઈએ હવે બધા શાકભાજી, મીઠું, chilli flakes મરી પાવડર નાખીને 2 મિનિટ હલાવો હવે તૈયાર છે માવો હવે તેમાંથી કટલેસ બનાવીશું

  3. 3

    કટલેસને બ્રેડક્રમ્સ માં રગદોળી હવે તવા ઉપર શેકવી લઈશું હવે બન ને બે ભાગમાં કટ કરી લેશો હવે બંને શેકી લેસુ,

  4. 4

    હવે નીચેના બનમાં માયોનીઝ ચોપડવુ, તેના ઉપર ગ્રીન ચટણી અને પછી કાકડી અને ટામેટા ની સ્લાઈસ મુકો

  5. 5

    ને ઉપર કટલેસને પછી તેના ઉપર ચીઝની સ્લાઈસને મૂકીને રેડી છે આપણું બર્ગર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shreya Vithlani
Shreya Vithlani @cook_22189175
પર

ટિપ્પણીઓ

Similar Recipes