થાઈ આઈસ ટી

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#RB9
#SRJ
#cookpad_guj
#cookpadindia
થાઈ આઈસ ટી એ દક્ષિણ પૂર્વીય દેશોમાં પ્રચલિત એવું પીણું છે અને થાઈ ફૂડ પીરસતી રેસ્ટોરન્ટમાં ખાસ મળે છે. આ ચા બનાવા ખાસ થાઈલેન્ડ ની ચા, પન્ટાઈ ચા મિક્સ નો પ્રયોગ કરવામાં આવે છે.પન્ટાઈ ચા મિક્સ ના મળે તો આપણે ઘરે સાદી ચા પત્તિ અને મસાલા સાથે બનાવી શકાય છે. આ ચા ને ક્રીમી બનાવા 1/2 એન્ડ 1/2 ( હેવી ક્રીમ + હોલ મિલ્ક ) નો પ્રયોગ થાય છે આ ચા ને ગાળવા ખાસ કપડાં ના ફિલ્ટર નો ઉપયોગ થાય છે પણ આપણે ઘરે ગરણી નો પ્રયોગ કરી શકીએ. મારી પાસે પન્ટાઈ ચા કે 1/2 અને 1/2 ઉપલબ્ધ નહોતું એટલે મેં ચા અને મસાલા સાથે, ક્રીમ અને દૂધ ના પ્રયોગ થી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
6 વ્યક્તિ
  1. 4 કપપાણી
  2. 4 નંગ ટી બેગ્સ અથવા 4 ચમચી ચા
  3. 3/4 કપખાંડ
  4. 1 નંગઇલાયચી
  5. 2 નંગલવિંગ
  6. 2 નંગબાદીયા ના ફૂલ (ચક્ર ફૂલ)
  7. 1 કપ(ક્રીમ+ફૂલ ક્રીમ દૂધ)
  8. 10આઈસ ક્યુબ્સ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    એક વાસણ માં 4 કપ પાણી લઈ તેમાં ચા, ખાંડ અને મસાલા નાખી ને 3-4 મિનિટ માટે ઉકાળો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી ખાંડ ઓગળી જાય. ત્યારબાદ આંચ બંધ કરો.

  2. 2

    30 મિનિટ સુધી તેને બાજુ પર સ્ટીપ થવા રાખી દો. ત્યારબાદ ગાળી ને ફ્રીઝ માં ઠંડુ થવા રાખી દો.

  3. 3

    પીરસતી વખતે આપ ચાહો તો ભરપૂર આઈસ ક્યુબ્સ સાથે આઈસ ટી પીરસો.

  4. 4

    અથવા ગ્લાસ માં થોડા આઈસ ક્યુબ નાખો. પછી 3/4 ગ્લાસ ભરાય એટલી ઠંડી ચા નાખો અને છેલ્લે 3 ચમચા ક્રીમ-દૂધ નું મિશ્રણ ઉમેરો.

  5. 5

    સારી રીતે ભેળવી ને થાઈ આઈસ ટી નો આનંદ ઉઠાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes