હરિયાળી ખાટ્ટા ઢોકળા

Jinal Chauhan
Jinal Chauhan @jinalvimal

હરિયાળી ખાટ્ટા ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ વ્યક્તિ
  1. 1વાડકી મગની ફોતરાવાળી દાળ
  2. અડધી વાટકી ચોખા
  3. અડધી વાટકી અડદની દાળ
  4. 2 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  5. સ્વાદ અનુસારનમક
  6. અડધી ચમચી ખાવાનો સોડા
  7. વઘાર માટે તેલ
  8. 2 ચમચીતલ
  9. 2નાના સમારેલા લીલા મરચા
  10. ગાર્નીશિંગ માટે કોથમીર
  11. અડધી વાડકી દહી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ મગની ફોતરાવાળી દાળ ચોખા અને અડદની દાળને મિક્સ કરીને પાંચ કલાક માટે પાણીમાં પલાળી રાખો

  2. 2

    ત્યારબાદ આ મિશ્રણને મિક્સરમાં એકદમ પેસ્ટ બનાવી નાખો

  3. 3

    હવે તેમાં અડધી વાટકી દહીં ઉમેરો

  4. 4

    પછી હવે આ મિશ્રણમાં આદુ-મરચા-લસણની પેસ્ટ અને નમક ઉમેરી પાંચથી દસ મિનિટ સાઈડમાં રાખી મૂકો

  5. 5

    હવે ઢોકળાના તૈયારી માટે ઢોકળાના કૂકરમાં પાણી મૂકી સ્ટેન્ડ ગ્રીસ કરી લો

  6. 6

    હવે આ મિશ્રણને ખાવાનો સોડા ઉમેરી બરાબર એક તરફ ગોળ હલાવી અને કૂકરના સ્ટેન્ડમાં પાથરી દો

  7. 7

    હવે તેને ઢાંકીને મધ્યમ તાપે 15 મિનિટ સુધી બનવા દો

  8. 8

    15 મિનિટ બાદ કુકર ખોલીને ટૂથપીક ની મદદથી જોઈ લો તદ્દન સાફ નીકળે તેનો મતલબ કે ઢોકળા તૈયાર થઈ ગયા છે

  9. 9

    હવે વઘાર માટે તેલ લઈને તેમાં રાઈ તતડે ત્યારે તલ અને લીલા મરચાં નાખીને ઢોકળા ઉપર પાથરી દો અને કોથમીરથી ગાર્નિશ કરીને ફુદીનાની ચટણી તેમજ લસણની ચટણી સાથે બરાબર છે ગરમા ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jinal Chauhan
Jinal Chauhan @jinalvimal
પર

Similar Recipes