મેથી બાજરી ના વડા(Methi bajri na vada recipe in Gujarati)

Ena Joshi
Ena Joshi @cook_22352322

Methi bajri na vada recipe in Gujarati
#golden apron ૩
#Week meal 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2બાઉલ બાજરી ના લોટ
  2. અડધી વાટકી ઘઉં નો લોટ
  3. 1 વાટકીદહીં
  4. 1 વાટકીમેથી
  5. 2 ચમચીતલ
  6. 1 ચમચીહળદર
  7. 2 ચમચીમરચું
  8. 2 ચમચીધાણાજીરું
  9. 2 ચમચીખાંડ
  10. મીઠુ સ્વાદ મુજબ
  11. 2 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  12. 1 ચમચીલસણ ની પેસ્ટ
  13. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈા પ્રથમ એક વાસણ માં ઘઉં બાજરી નો લોટ ચાળી ને લો. પછી તેમાં તલ નાંખો. હળદર મીઠું મરચું ધણાજીરું બધો મસાલો નાખો.

  2. 2

    હવે તેમાં આદુ મરચાં ની પેસ્ટ નાખો. મેથી નાંખી બરાબર હલાવી લો. તેમાં બે ચમચી ખાંડ નાખો.

  3. 3

    હવે બે ચમચી તેલ નું મોણ નાખી દો. દહીં નાખી બરાબર મિકસ કરી ને લોટ બાંધી લો. પછી તેનાં નાનાં નાનાં ગોળા વાળી દો અને હાથેથી થેપી લો. હથેળી વડે આં રીતે ગોળ દબાવીને થેપિ લેવા. આ રીતે બધાં વડા બનાવી લો.

  4. 4

    હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં આં બધાં વડા સોનેરી કલર ના થાય ત્યાં સુધી તેને તળી લો. તૈયાર છે ટેસ્ટી યમ્મી મેથી બાજરી ના વડા. કોઈ પણ ચટણી સોસ અથવા દહીં સાથે સર્વ કરો.

  5. 5

    લસણ. ઓપસનલ છે. તેનાં વગર પણ આં વડા સરસ ટેસ્ટી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ena Joshi
Ena Joshi @cook_22352322
પર

Similar Recipes