સ્ટીમ કપ કેક(Steam Cup Cake Recipe in Gujarati)

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645

# નો ઓવન# નો મેંદા
હેલો ફ્રેન્ડ્સ...મેં ઘર માં જે ઘટકો હોય એનો જ ઉપયોગ કરીને હેલ્ધી કપ કેક બનાવ્યા છે. 5 કપ કેક બનશે, પણ મેં ફોટો માં 4 મુક્યાં છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

12 થી 15 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપઘઉં નો લોટ
  2. 3 ચમચીબોર્નવિટા/હોર્લિક્સ/કોકો પાઉડર કે ડ્રીન્કિંગ ચોકલેટ પાઉડર
  3. 3/4 કપદળેલી ખાંડ
  4. 1/4 ચમચીબેકિંગ પાઉડર
  5. ચપટીમીઠું
  6. 4 ચમચીતેલ
  7. 1/2 કપદૂધ(12 થી 14 ચમચી આશરે યુઝ થશે પણ મિશ્રણ જોઈને નાખવું)
  8. 1/4 ચમચીવેનિલા એસેન્સ(ઘર માં ના હોય તો પણ ચાલશે)

રાંધવાની સૂચનાઓ

12 થી 15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોરી વસ્તુ ઓ ને મિક્સ કરીને 2,3 વાર ચાળી ને એક બાઉલ માં ભેગી કરો.હવે તેમાં તેલ,દૂધ,એસેન્સ નાખીને બરાબર ફીણો.હવે ઈડલી ના ક ઢોકળા ના કુકર માં પાણી રેડીને ગરમ થવા મૂકી દો. હવે કપ કેક ના મોલ્ડ હોય તો એમાં નઈ તો ઇડલીની વાટકી ઓ ને તેલ થી ગ્રીસ કરીને 5 વાટકી ઓ માં સરખા ભાગે ભરી દો.હવે કુકર માં 12 થી 15 મિનિટ માટે ઇડલીની જેમ મૂકી દો કુક થવા પણ કુકર ઉપર ના ઢાંકણ ને મોટા કાપડથી કવર કરી દો. આવું કરવાથી પાણી નહિ પડે કેક માં, નહિ તો પાણી ના ટપકાં પડશે તો બેસી જશે,ફુલશે નહી.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645
પર

Similar Recipes