લીસા લાડવા (Leesa Ladva Recipe in Gujarati)

Kantaben H Patel
Kantaben H Patel @cook_20016344

લીસા લાડવા (Leesa Ladva Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 1/2 કપબેસન
  2. 3-4 ચમચીઘી
  3. 3/4 કપખાંડ
  4. તેલ
  5. 2-3ટીપા પીળો રંગ
  6. 1 ચમચીએલચી પાઉડર અને ડ્રાય ફ્રૂટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં બેસન લઈ તેમાં ૨-૩ ચમચી તેલ ઉમેરી મોણ આપો.હવે તેમાં ધીમે ધીમે હૂંફાળું પાણી ઉમેરી મિક્સ કરો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી બધા મુઠીયા તળી લો.

  3. 3

    ત્યાર બાદ તેના મૂઠિયાં વાળી લો.

  4. 4

    હવે આ મૂઠિયાં ને થાળી માં લઈ તેના નાના ટુકડા કરી ઠંડા કરો.હવે તેને મિક્સર જારમાં નાખી ક્રશ કરી લો.

  5. 5

    હવે લાડવા માટે તૈયાર કરેલા મૂઠિયાં નાં ભુક્કા માં એલચી પાઉડર અને ડ્રાય ફ્રૂટ ઉમેરો.

  6. 6

    હવે એક પેન માં ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી 2 તાર ની ચાસણી લો.ચાસણી ચેક કરવા માટે એક નાની વાટકી માં પાણી લઈ તેમાં ચાસણી નું ટીપુ પાડવું જો ટીપુ ફેલાય નહીં તો સમજવું કે ચાસણી તૈયાર છે.

  7. 7

    હવે તેમાં તૈયાર કરેલી ચાસણી અને પીળો રંગ અને ઘી ઉમેરી મિક્સ કરી લો.

  8. 8

    હવે તેના એકસરખા લાડવા વાળી લો અને ઠંડા કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kantaben H Patel
Kantaben H Patel @cook_20016344
પર

Similar Recipes