સંભાર (Sambhar Recipe In Gujarati)

Jalpa vegad
Jalpa vegad @cook_22631363

સંભાર (Sambhar Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 સર્વિંગ્સ
  1. 1/2 વાટકીતુવેર દાળ
  2. 1 ચમચીજીરૂ
  3. 1ડુંગળી
  4. 1 ચમચીચણા ની દાળ
  5. 1 ચમચીચોખા
  6. 1 ચમચીસૂકા ધાણા
  7. 1 ઇંચઆદુ નો ટુકડો
  8. 8કળી લસણ
  9. 2લવિંગ
  10. 2ઇલાયચી
  11. 2ટામેટાં
  12. 4 ચમચીદૂધી ના ટુકડા
  13. 1 ચમચીસૂકું નારિયેળ
  14. 4ચમચા તેલ
  15. જરૂર મુજબ પાણી
  16. સ્વાદ અનુસારમીઠું
  17. થોડાલીમડા ના પાન
  18. 2સૂકા લાલ મરચા
  19. 1/2 ચમચીહળદર
  20. 1 ચમચીમરચું પાઉડર
  21. 1/2લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ ને ધોઈ ને એક કલાક સુધી પલાળી રાખો. ત્યાર પછી ગેસ પર એક કડાઈ માં 1 ચમચો તેલ ગરમ કરો તેમાં ચણા દાળ, ધાણા, જીરૂ, ચોખા, મેથી, મરચા, લવિંગ, ઇલાયચી, હળદર, લસણ, નારિયેળ આદુ લીમડાના પાન આ બધું ઉમેરી એક મિનિટ સુધી શેકી લો.

  2. 2

    ત્યાર પછી તેમા સમારેલી ડુગળી ઉમેરી થોડી વાર શેકી ગેસ બંધ કરી મિશ્રણ ઠંડુ થવા દો. પછી મિક્સર જારમાં લઈ બરાબર પીસી લો. હવે એક કૂકર માં 3 ચમચા તેલ નાખી ગરમ થવા દો. પછી તેમા સમારેલી દૂધી ઉમેરી સાંતળો ત્યાર પછી તેમાં સમારેલા ટામેટા, પેસ્ટ, દાળ અને પાણી તેમજ થોડું મીઠું ઉમેરી દો

  3. 3

    હવે તેને બરાબર મિક્સ કરી કૂકર નું ઢાંકણ બંધ કરી ધીમી આંચ પર 5 થી 6 મિનિટ સુધી ચડવા દો. ત્યાર પછી કૂકર ઠંડુ થાય પછી ઢાંકણ ખોલી તેમાં લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરી a સંભાર ને ઢોસા કે ઈડલી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa vegad
Jalpa vegad @cook_22631363
પર

Similar Recipes