શેર કરો

ઘટકો

20મિનિટ
4 લોકો માટે
  1. 200 ગ્રામતુવેર ની દાળ
  2. 1 નંગબટાકા
  3. 2 નંગટામેટા
  4. 1લીલું મરચું
  5. 1કટકો આદુ
  6. થોડાક લીમડા નાં પાન
  7. 5 ચમચીતેલ
  8. 1 ચમચીસૂકી મેથી
  9. 1 ચમચીહિંગ
  10. 2 ચમચીલાલ મરચું પાઉડર
  11. 1 ચમચીહળદર
  12. 2 ચમચીધાણા જીરું
  13. 2 ચમચીસંભાર મસાલો
  14. 1 ચમચીગરમ મસાલો
  15. 2-3સરગવા ની શીંગ
  16. થોડીક ધાણા ભાજી
  17. મીઠું સ્વાદઅનુસાર
  18. 1 ચમચીઆંબલી નો પલ્પ
  19. 2સૂકા મરચાં

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    શાક બધું સમારીને કટકા કરી લેવા.હવે તુવેર ની દાળ ને પાણી વડે ધોઈ ને તેમાં સમારેલા ટામેટા,બટાકા,આદુ, અને મરચા ઉમેરી ને કૂકર માં 3થી4 સિટી કરી ને બાફી લેવા.

  2. 2

    સરગવાની શીંગ ના નાના કટકા કરીને એક બાઉલ માં પાણી ઉમેરીને બાફી લેવી.

  3. 3

    દાળ બફાઈ જાય એટલે તેમાં હેન્ડ મીક્ષી ફેરવીને બધું એકરસ કરી લેવું.

  4. 4

    એક પેન મા તેલ લઈને તેને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો.તેમાં સૂકી મેથી,સૂકા લાલ મરચા,હિંગ,અને લીમડા નાં પાન ઉમેરીને આ વધાર ને દાળ માં ઉમેરી દો.

  5. 5

    હવે આ દાળમાં બાફેલી શીંગ, સંભાર મસાલો,આંબલી નો પલ્પ, અને બાકી બધા સૂકા મસાલા ઉમેરી દો. થોડી વાર ઉકાળી લો.

  6. 6

    તો તૈયાર છે સંભાર જે ઈડલી અને નાળિયેર ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

Similar Recipes